દેશદ્રોહનો કાયદો દૂર થવો જોઇએ જેથી લોકો ખુલીને શ્વાસ લઇ શકેઃ જસ્ટિસ નરીમાન

PC: aajtak.in

રિટાયર્ડ જસ્ટિસ નરીમાને કહ્યું છે કે દેશમાંથી દેશદ્રોહ અને યુએપીએનો કાયદો દૂર થવો જોઇએ જેથી લોકો ખુલીને શ્વાસ લઇ શકે. સરકારો તો આવશેને જશે પરંતુ કોર્ટે પોતાની તાકાતનો ઉપયોગ કરવો જોઇએ.

વિશ્વનાથ પસાયત સ્મૃતિ સમિતિ આયોજિત એક કાર્યક્મમાં બોલતા રિટાયર્ડ જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમાને કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે દેશમાંથી દેશદોહ્રનો કાયદો (124-એ) રદ કરી દેવો જોઇએ. આ ઉપરાંત અનલોફૂલ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ એટલે કે યુએપીએ કાયદો પણ રદ થઇ જવો જોઇએ.

તેમણે કહ્યું કે સરકારો તો આવતી અને જતી રહે છે પરંતુ કોર્ટ કાયમી છે. કોર્ટે પોતાની શક્તિનો ઉપયોગ કરવો જોઇએ. હું સુપ્રીમ કોર્ટને કહીશ કે કોર્ટ સામે દેશદ્રોહને લગતા જે પણ કેસો આવ્યા છે તે કેન્દ્ર સરકાર પાસે ન મોકલવા જોઇએ. દેશદ્રોહ અને યુએપીએના કાયદાના અમુક ભાગોને રદ કરવી દેવા જોઇએ.

જસ્ટિસ નરીમાને ક્હયું કે વૈશ્વિક કાનૂન સૂચકાંકમાં ભારતનો નંબર 142મો કેમ છે. ભારતે હવે પોતાના કાયદાઓમાં સુધારા કરવા જરૂરી છે. કારણ કે અમુક કાયદા કઠોર અને ઉપનિવેશવાદી છે. લોકો આવા કાયદાઓને કારણે ખુલીને શ્વાસ લઇ શકતા નથી.

તેમણે કહ્યું કે યુએપીએ અંગ્રેજોનો કાયદો છે. જેમાં આગોતરા જામીન મળતા નથી. ઓછામાં ઓછી 5 વર્ષની કેદ થાય છે. આ ઉપરાંત 124 એ પણ એવો જ કાયદો છે. જે દેશદ્રોહને લગતો છે. હવે સમય આવી ગયો છે કે આ બધા કાયદા દૂર થઇ જવા જોઇએ.

જસ્ટિસ નરીમાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આ બન્ને કાયદાઓનો દુરૂપયોગ ઘણીવાર કરવામાં આવી રહ્યો છે. ઘણા પત્રકારો અને એક્ટિવિસ્ટોની સામે દેશદ્રોહ અને યુએપીએના કેસ કરીને તેમને જેલમાં નાંખવામાં આવ્યા છે. ઘણીવાર કોર્ટે પણ સરકારોએ લીધેલા આ પ્રકારના પગલાની ટીકા પણ કરી છે. પરંતુ તેનો દુરુપયોગ બંધ થતો નથી. લોકો પોતાની વાતને ખુલીને કહી શકતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp