ઓનલાઇન NAની સાઇડ ઇફેક્ટ: પંચાયત અધિકારીની મહેસૂલ વિભાગમાં દોટ

PC: opendevelopmentcambodia.net

ગુજરાતમાં ઓનલાઇન NA આપવાના કારણે ભ્રષ્ટાચાર નિયંત્રણમાં આવી જશે, તેવો સરકારનો દાવો એટલા માટે સાચો છે કે સિસ્ટમમાં ઓનલાઇન પ્રક્રિયા થવાથી અરજદારો સરકારી કચેરીના ધક્કા ખાતા અટકી જશે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસૂલમાં ભ્રષ્ટાચાર રોકવા માટે આ સિસ્ટમ દાખલ કરી છે.

રાજ્યમાં પહેલા જમીન NA કરવામાં આવતી હતી ત્યારે ટેબલે ટેબલે રૂપિયા લેવાતા હતા. અરજદારોને ઘક્કા ખાવા પડતા હતા. ઘણીવાર અરજદારોને માહિતીની પૂર્તતા કરવા માટે ધક્કા ખવડાવવામાં આવતા હતા પરંતુ તેની પાછળનો ઇરાદો પ્રામાણિકતાનો ન હતો. જમીન NA કરાવવામાં પંચાયત વિભાગમાં એટલું દૂષણ ઊભું થયું હતું કે સરકારના અધિકારીઓ પંચાયત વિભાગની કેડર પસંદ કરતા હતા.

એવું પણ જોવામાં આવ્યું છે કે રાજ્યની તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય કે પ્રમુખ થવા માટે હોડ લાગી જતી હતી. એ સમયે NAની પ્રક્રિયા જે તે જિલ્લા પંચાયતમાં થતી હતી. હવે NAની ઓફલાઇન પ્રક્રિયા બંધ થતા આ વિભાગમાં કામ કરવાની જગ્યાએ મોટાભાગના અધિકારીઓએ મહેસૂલ વિભાગ તરફ દોટ મૂકી છે.

ગુજરાતના પંચાયત વિભાગમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે મહત્ત્વના ટેબલની બદલીઓ મહેસૂલ વિભાગમાં થતા આ વિભાગમાં પ્રત્યેક જિલ્લામાં ચાર પૈકી એક જ અધિકારી ફરજ બજાવે છે. દરેક જિલ્લામાં વિભાગની મહત્ત્વની ત્રણ જગ્યાઓ ખાલી પડી છે. રાજ્યના 33 જિલ્લામાં પંચાયત કેડરની 132 જગ્યાઓ હતી જે પૈકી હવે માત્ર 33 જગ્યાઓ ભરાયેલી છે. મોટાભાગના અધિકારીઓ મહેસૂલમાં જતા રહ્યા છે. આ અધિકારીઓ જિલ્લા પંચાયતમાં NAની કામગીરી કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp