ST વિભાગના બાબુઓની હાજરી ખાસ સિસ્ટમથી કરવા નિગમ દ્વારા આદેશ

PC: bustimings.in

આગામી નવેમ્બર મહિનાથી આવી રહેલા દિવાળી પર્વના પગલે મુસાફરોની સવલત માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કટિબદ્ધ બન્યું છે ત્યારે તહેવાર દરમિયાન ST રૂટની સાથે સાથે વિભાગના અધિકારીની હાજરી અંગે પણ નિગમ ગંભીર બન્યું છે. તહેવારો દરમિયાન ST વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની GPS લોકેશન આધારિત હાજરી પૂરવાના આદેશ કરવામાં આવ્યા છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર દ્વારા રાજ્યના ST વિભાગના વિવિધ અમદાવાદ, અમરેલી, ભરૂચ, ભાવનગર, ભૂજ, મહેસાણા, પાલનપુર, રાજકોટ, વડોદરા, સુરત, હિંમતનગર, ગોધરા, નડિયાદ, વલસાડ, જામનગર અને જૂનાગઢ સહિત 16 જેટલા વિભાગોમાં આદેશ કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં એટલે કે 7 નવેમ્બર, 2018થી દિવાળી તહેવાર શરૂ થઈ રહ્યો છે ત્યારે સમગ્ર રાજ્યમાં બહોળા પ્રમાણમાં મુસાફરો દ્વારા નિગમની પરિવહન સેવાનો ઉપયોગ પણ શરૂ કરવામાં આવશે, જેને ધ્યાને લઈને નિગમના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ દ્વ્રારા મોનીટરિંગની કામગીરી પણ કરવામાં આવશે, જે અન્વયે રાજ્યના તમામ વિભાગના અધિકારીઓની GPS લોકેશન આધારિત હાજરીની ચકાસણી પણ કરવામાં આવશે. જે સવારે 9 કલાકે તેમજ સાંજે 7 કલાકે CCTV દ્વારા નિયત કરેલા વોટ્સએપ નંબર ઉપર ફરજિયાત મોકલવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે CCTV દ્વારા હાજરી અંગેનું સીધું મોનિટરિંગ થવાનું હોવાથી તમામ અધિકારીઓએ ખાસ તકેદારી રાખવા પત્રમાં જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp