કેવી મોંઘવારી અને કેવી મંદી,નાણાંમંત્રીએ સંસદમાં વિપક્ષના દરેક સવાલના આપ્યા જવાબ

PC: compstudio.in

લોકસભામાં મોંઘવારી પર થયેલી જોરદાર ચર્ચામાં નાણાં મંત્રી નિર્મલા સીતારમને વિપક્ષના દરેક સવાલોના જવાબ આપ્યા છે. નાણાં મંત્રીએ માન્યું કે, દેશમાં આ સમયે મોંઘવારી છે, પણ UPA સરકારના કાર્યકાળની સરખામણીમાં ઓછી છે. સાથે જ તેમણે મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાં વિશે પણ સદનને કહ્યું. મંદીના મુદ્દે પણ નાણાં મંત્રીએ ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, ભારતમાં મંદી આવવાની કોઇ આશંકા નથી. દેશની અર્થવ્યવસ્થા મજબૂત છે અને સારી રીતે આગળ વધી રહી છે.

સદનમાં મોંઘવારી પર વિપક્ષના સવાલોના જવાબ આપતા નાણાં મત્રીએ કહ્યું કે, UPA સરકાર દરમિયાન દેશમાં મોઘવારી કુલ 9 વખત ડબલ ડિજિટમાં રહી હતી. તેમણે કહ્યું કે, UPAના સાશનમાં 22 મહિના સુધી રીટેલ મોંઘવારી દર 9 ટકાની ઉપર રહ્યો હતો. જ્યારે, અમે મોંઘવારીને 7 ટકાની નીચે રાખવાની કોશિશ કરી રહ્યા છીએ. દેશમાં જૂન મહિનામાં રિટેલ મોંઘવારી 7.01 ટકા રહી હતી.

મોંઘવારી ઓછી કરવા માટેના સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયો વિશે કહેતા નાણાં મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, ખાદ્યતેલોની કિંમતોમાં ઘટાડો આવ્યો છે. કોરોના મહામારી, બીજી લહેર, ઓમીક્રોન, રશિયા યુક્રેન યુદ્ધ છતાં પણ અમે મોંઘવારી દરને 7 ટકા કે તેનાથી નીચે બનાવી રહ્યા છીએ. તમારે આ વાત માનવી જ પડશે.

સદનમાં મોંઘવારી પર બોલતા નાણાં મંત્રીએ કહ્યું કે, સરકારે ઇમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું કે, મોંઘવારીને ઓછી કરવા માટે ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવામાં આવી છે. મસૂરની દાળ પર ઇમ્પોર્ટ ડ્યૂટીને 30 ટકાથી ઘટાડીને ઝીરો કરવામાં આવી છે. સ્ટીલ ઉદ્યોગ માટે પણ કાચા માલના ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવે છે. સરકારના આ નિર્ણય બાદ જ ઘરેલુ માર્કેટમાં સ્ટીલની કિંમતોમાં ઘટાડો આવ્યો છે.

લોટ, દહીં, પનીર, પેન્સિલ અને શાર્પનર પર જીએસટી લગાવવાના નિર્ણય પર પણ નાણાં મંત્રીએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે, આ નિર્ણય વિપક્ષ શાસિત રાજ્યોના નાણાં મંત્રીઓની સહમતિથી જ લેવાયો છે. તેમણે કહ્યું કે પંજાબ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગણા સહિત કેટલાક રાજ્યોમાં પહેલા પણ અનાજ, પનીર તથા દહીં પર 5 ટકા જીએસટી તથા વેટ લાગતા હતા.

નાણાં મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે, સરકાર ગરીબોનું ધ્યાન રાખી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં ખાદ્યાન્ન, ખાતર અને ઇંધણ પર 24.85 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. UPA સરકારના 10 વર્ષના શાસનમાં તેનાથી જોડાયેલી સબસિડી માટે ફક્ત 13.99 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.

નાણાં મંત્રીએ કહ્યું કે, ગયા મહિનાથી સતત જીએસટી કલેક્શન 1.4 લાખ કરોડ રૂપિયાથી વધારે થઇ રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રમાં જૂન મહિનામાં ડબલ ડિજિટ ગ્રોથ થયો છે. કોર સેક્ટરમાં વાર્ષિક આધાર પર 12.7 ટકાનો વધારો થયો છે. તેમણે કહ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થા પોઝીટીવ સંકેત બતાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp