ઉત્સવપ્રિય સરકારે બે વર્ષમાં 3 ઉત્સવોમાં 43 કરોડ ખર્ચ્યા

PC: dnaindia.com

ગુજરાતની ઉત્સવપ્રિય ભાજપની સરકારે છેલ્લા બે વર્ષમાં ઉત્સવો પાછળ 43 કરોડનો ખર્ચ કર્યો છે. આ ખર્ચ મુખ્યત્વે પતંગોત્સવ અને નવરાત્રી મહોત્સવમાં થયો છે. ગુજરાત સરકારે 2016-2017ના વર્ષમાં રણોત્સવ પાછળ 533.72 લાખનો ખર્ચ કર્યો છે, જ્યારે 2017-18માં 317.63 લાખનો ખર્ચ કર્યો છે. એવી જ રીતે આ બન્ને વર્ષમાં અનુક્રમે પતંગોત્સવ પાછળ સરકારે 730.65 લાખ અને 851.61 લાખનો ખર્ચ કર્યો છે જ્યારે નવરાત્રી મહોત્સવ પાછળ બે વર્ષમાં અનુક્રમે 881.53 લાખ અને 977.67 લાખનો ખર્ચ કર્યો છે.

પ્રવાસન વિભાગ કહે છે કે આ મહોત્સવોમાં રાજ્ય બહારના અને વિદેશી મહેમાનો માટે રહેવા, જમવા તેમજ ટ્રાન્સપોર્ટેશન માટે બે વર્ષમાં સરકારે 416.23 લાખનો ખર્ચ કર્યો છે. મહેમાનો પાછળ થયેલા ખર્ચના આંકડા જોઇએ તો પતંગોત્સવમાં 351.63 લાખ અને નવરાત્રી મહોત્સવમાં 56.05 લાખનો ખર્ચ થયો છે. આ ખર્ચમાં સરકારે મહેમાનોને સાચવ્યા હોવાનો દાવો કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp