ગુજરાતના આ સરકારી કર્મચારીઓને મળશે સાતમા પગાર પંચનો લાભ

PC: facebook.com/NitinbhaiPatelbjp/

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકારે તમામ અધિકારી-કર્મચારીઓને સાતમા પગાર પંચના લાભો આપી દીધા છે ત્યારે રાજ્યની કૃષિ યુનિવર્સિટી રાજ્ય સરકાર સંચાલિત 6 મેડિકલ કોલેજો તથા 2 ડેન્ટલ કોલેજો અને GMERS સંચાલિત 8 મેડિકલ કોલેજના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ કે જે રાજ્ય સરકારના મંજૂર મહેકમ પર કામ કરી રહ્યા છે તેઓને 7મા પગારપંચના લાભ આપવાનો રાજ્ય સરકારે મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉમેર્યુ કે, આ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો તથા બિન શૈક્ષણિક સ્ટાફ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆતો કરી હતી. તેને ધ્યાને લઇને રાજ્ય સરકારે આજે આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેને નાણા વિભાગ અને આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે. આ સાતમા પગારપંચના લાભો તા.01/04/2019થી રોકડમાં પગારનું ચૂકવણુ થશે. જ્યારે એરિયર્સ અંગે અલગથી નિર્ણય કરવામાં આવશે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસરો, બિન શૈક્ષણિક સ્ટાફના કર્મચારીઓ કે જે સરકાર માન્ય મહેકમ પર ફરજો બજાવે છે. તે તમામને લાભ મળશે. એજ રીતે રાજ્ય સરકાર સંચાલિત મેડિકલ અને ડેન્ટલ કોલેજોના પ્રાધ્યાપકો, સહપ્રાધ્યાપકો, મદદનીશ પ્રાધ્યાપક- વર્ગ-1ના તમામ અધિકારી તથા બિન શૈક્ષણિક કર્મચારીઓ અને ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) સંચાલિત કોલેજોના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મીઓને આ સાતમા પગારપંચના લાભો તા.01/04/2019થી મળતા થઇ જશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp