સરકારે પાછલા દોઢ વર્ષમાં મળેલી કેન્દ્રીય વિભાગોમાં નોકરીના આંકડા જાહેર કર્યા

PC: indiatvnews.com

બેરોજગારીના મુદ્દા પર જારી વિપક્ષી શોર બકોર દરમિયાન કેન્દ્ર સરકારે સરકારી નોકરીઓ આપવા વિશે અલગ અલગ સંસ્થાઓના આંકડા જાહેર કર્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, સરકારે સંસદમાં કહ્યું કે, સંઘ લોક સેવા આયોગ, કર્મચારી ચયન આયોગ અને બેન્કિંગ કાર્મિક ચયન સંસ્થાન દ્વારા 2020-21 અને 2021-22 દરમિયાન કુલ 1,59,615 ઉમેદવારોની વરણી કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે ગુરુવારે રાજ્યસભાને કહ્યું કે, 1,59,615 ઉમેદવારોમાંથી UPSCમાં 8913, SSCમાં 97914 અને IBPSમાં 52788 કેન્ડીડેટની વરણી કરવામાં આવી છે. રાજ્યસભાના પટલ પર જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 2020-21માં 96601 ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી જેમાંથી UPSC દ્વારા 4214, SSC દ્વારા 68891 અને IBPS દ્વારા 23496 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે, 2021-22માં 63014 ઉમેદવારોની ભરતી કરવામાં આવી હતી. તેમાંથી UPSC દ્વારા 4699, SSC દ્વારા 29023 અને IBPS દ્વારા 29292 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારમાં ભરતી એક સતત પ્રક્રિયા છે અને કોવિડ-19 મહામારી દરમિયાન પણ જારી રહેશે. UPSC, SSC અને IBPS દરેક કોવિડ-19 સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરતા પરીક્ષાઓ આયોજિત કરી રહ્યા છે.

કોવિડ મહામારીના કારણે સિવિલ સેવા પરીક્ષા માટે ઉમેદવારોને ઉંમરમાં છુટ અને વધુ પ્રયાસ આપવાના મુદ્દા પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ મામલાને CSE ઉમેદવારો દ્વારા રિટ પિટિશનના માધ્યમ દ્વારા ભારતના સર્વોચ્ચ ન્યાયાલયની સમક્ષ પણ લાવવામાં આવ્યું હતું. ભારતના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પારિત નિર્ણયોના આધાર પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ મામલા પર વિચાર કરવામાં આવ્યો હતો અને સિવિલ સેવાઓની પરીક્ષાના સંબંધમાં પ્રયાસોની સંખ્યા અને વર્ષ સીમાનાં સંબંધમાં હાલના પ્રાવધાનોને બદલવું સંભવ દેખાઇ રહ્યું નથી.

સરકારે વિપક્ષના બેરોજગારી વિશેના સવાલોના જવાબ આપતા સરકારની અલગ અલગ સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી નોકરીઓના આંકડા જાહેર કર્યા છે અને આગળ પણ આ પ્રકારની પરીક્ષાઓનું આયોજન થશે અને આગળ પણ નવા યુવાઓને રોજગારી આપવાના પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવશે. આ આંકડા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ દ્વારા સંસદમાં જાહેર કરવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp