હાઈકોર્ટે સુરત મ્યુનિસિપલ કમિશનરને પૂછ્યું તમને કેમ જેલમાં બંધ કરવામાં ન આવે?

PC: timesofindia.com

 ગુજરાત હાઇકોર્ટ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશ્નર વિરુદ્ધ કંટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ઈસ્યુ કરીને પુછ્યું છે કે " આ અદાલત ૨૪ મી ઓકટોબર, ૨૦૧૯ ના રોજ, નોટિસ ઇસ્યુ કરીને પૂછવામાં આવે છે કે, "તમને જેલમાં કેમ ન મોકલવા જોઈએ , તમારા દ્વારા થયેલ કોર્ટ તિરસ્કારભર્યા વર્તન માટે તમને દંડ/કાર્યવાહી કેમ ના કરવવી જોઈએ ?,  વ્યક્તિગત રૂપે દરેક મુદતે હાજર થવા માટે આદેશ કેમ ના કરવો? કોર્ટે એનું કારણ દર્શાવવા પણ આદેશ આપ્યો છે.

હાઈકોર્ટે આવું ક્યા કેસને કારણે કર્યું? 

સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા અને સુરત એરપોર્ટની રનવેના સામેના ભાગમાં બનાવવામાં આવેલ ધ ઇવેલ્યુશન તેમજ હેપ્પી ગ્લોરિયસ નામની હાઇરાઈઝ ઇમારતોમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા વર્ષ 2017, 2018 અને વર્ષ 2019 માં કરવામાં આવેલ એરો નોટીકાલ સરવે મુજબ ધ ઇવેલ્યુશન અપાર્ટમેન્ટ 13.30 મીટર અને હેપ્પી ગ્લોરિયસ માં 9 મીટર ઊંચાઈમાં અવરોધની નોટિસ ફટકારવામાં આવી હતી.
એરપોર્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવેલ NOC આ નોટિસ પછી આપો આપ કેન્સલ થઇ જતા સુરત મહાનગર પાલિકા તરફથી BUC આપવા માટે ઇન્કાર કરી દેવામાં આવ્યો હતો. આ બંને ઇમારતોના ફ્લેટો વેચાઈ ગયેલા હોવાથી બિલ્ડર દ્વારા તમામ ફ્લેટ ધારકોને તાત્કાલિક રેહવા માટે દબાણ કરી વસવાટ ચાલુ કરી દેવામાં આવ્યો.

જેના અનુસંધાને આર.ટી.આઇ. એક્ટિવિસ્ટ વિશ્વાસ બામ્બૂરકાર દ્વારા બિલ્ડીંગ યુઝ પરમિશન તેમજ સુરત એરપોર્ટ તરફથી વિમાન અવર-જવરમાં અડચણની ફરિયાદ સુરત મ્યુનિસિપલ કમિશનરને લેખિત કરી હતી. પરંતુ કમિશનર તરફથી કોઈ પગલાં ના લેવાતા વિશ્વાસ બામ્બૂરકાર દ્વારા હાઇકોર્ટમાં સુરત મનપા કમિશનરને કસૂરવાર લેખાવી પિટિશન કરી હતી. જેના આધારે 4 અઠવાડિયામાં ધ ઇવેલ્યુશન તેમજ હેપ્પી ગ્લોરિયસ નામની હાઇરાઈઝ ઇમારતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશનરને હુકમ કરવામાં આવ્યો.

પરંતુ 4 અઠવાડિયામાં કોઈ કામગીરી ના હાથ ધરતા હાઇકોર્ટ દ્વારા સુરત મ્યુનિસિપલ કમિશ્નર વિરુદ્ધ કંટેમ્પટ ઓફ કોર્ટની નોટિસ ઈસ્યુ કરીને પૂછવામાં આ‌વ્યું છે કે " આ અદાલત ૨૪ મી ઓકટોબર, 2019 ના રોજ, નોટિસ ઇસ્યુ કરીને પૂછવામાં આવે છે કે, "તમને જેલમાં કેમ ન મોકલવા જોઈએ , ઉપરોક્ત મુજબ તમારા દ્વારા થયેલ તિરસ્કારભર્યા વર્તન માટે તમને દંડ/કાર્યવાહી કેમ ના કરવવી જોઈએ અને વ્યક્તિગત રૂપે દરેક મુદતે હાજર થવા માટે આદેશ કેમ ના કરવો એનું કારણ દર્શાવાનું રહેશે."

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp