રવિવારની રજાના દિવસે પણ ગૃહ વિભાગે કરી આ DySPની બદલીઓ કરી

PC: dnaindia.com

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે બદલીઓ શરૂ કરી છે. ચૂંટણી આચાર સંહિતા લાગુ પડે તે માટે ગૃહ વિભાગે પણ પોલીસ અધિકારીઓની બદલી શરૂ કરી છે, જેમાં સામાન્ય રીતે રજાના દિવસે બદલીઓનો આદેશ થતો નથી. આમ છતા ગૃહ વિભાગે રાજ્યના 10 DySP કક્ષાના અધિકારીઓની બદલી કરી છે.

બદલી કરવામાં આવેલા DySP એન્ડ્રેઝ મેકવાનને ગાંધીનગરથી  DCP ટ્રાફિક તરીકે વડોદરા મૂક્યા છે. જીતેન્દ્ર યાદવને અમદાવાદથી, સાયબર સેલ અમદાવામાં મૂક્યા છે. ડી.બી.ડામોરને ગાંધીનગર સલામતી શાખામાંથી SRP ગ્રુપ ચાર દાહોદ મૂક્યા છે. મહાવિરસિંહ વાઘેલાને વડોદરાથી CID ક્રાઈમ ગાંધીનગર મૂક્યા છે. કોમલ વ્યાસને બનાસકાંઠાથી સ્ટાફ ઓફિસર તરીકે ગાંધીનગર મૂક્યા છે. આર કે પટેલને મોરબીથી DySP બનાસકાંઠા ખાતે મૂક્યા છે.

કે.પી.પટેલને દાહોદ SRPમાંથી SRP વલસાડ ખાતે મૂક્યા છે. અશ્વીન પટેલને સાબરમતી જેલ અમદાવાદથી CID ક્રાઈમ ગાંધીનગર મૂક્યા છે. પી.એલ.ચૌધરીને અમદાવાદથી સુરત સ્પેશિયલ બ્રાન્ચમાં મૂક્યા છે અને બી.એમ.ચૌધરીને CID ક્રાઈમ ગાંધીનગરથી અમદાવાદ ટ્રાફિક બ્રાન્ચમાં મૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp