વર્ષ 1937માં કરાંચીમાં રજૂ થયો હતો ગુજરાતની રચનાનો વિચાર

PC: deshgujarat.com

ગુજરાતનો સ્થાપના દિન 1લી મે છે. 1960માં આ દિવસે ગુજરાત પાડોશી દ્વિભાષી રાજ્ય મહારાષ્ટ્રથી અલગ પડ્યું હતું. રવિવારે ગુજરાતનો 91મો સ્થાપના દિન આવ્યો છે તેમ છતાં કોરોના સંક્રમણના કારણે ઉજવણીના કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે સ્થાપના દિને કોરોના સંકટમાં સપડાયેલા એક એક ગુજરાતીની સલામતી વ્યવસ્થાની ચિંતા કરવાની છે. રાજ્યમાં સતત બીજીવાર 1લી મે એ સ્થાપના દિન એટલે કે ગૌરવ દિન મનાવવામાં આવશે નહીં.

રાજ્યમાં વર્ષોથી ગૌરવ દિનની ઉજવણી થતી આવી છે પરંતુ મહામારીના આ સંકટ વચ્ચે સરકારને તમામ કાર્યક્રમો રદ્દ કરવા પડ્યા છે. બીજીવાર ગૌરવ દિન ફિક્કો છે. ચિંતાજનક છે. પિડાદાયક છે અને ધૂંધળા ભાવિનો સંકેત આપે છે. જો આ મહામારી લાંબી ચાલશે તો ગુજરાતને બેઠાં થતાં વર્ષો લાગી જશે. આ વર્ષે લોકોના હાથમાં વેક્સિન છે થતાં ભયનો માહોલ છે. સરકાર પાસે લોકોના આરોગ્યને બચાવવા સિવાય કોઇ કામ નથી. ગયા ડિસેમ્બરમાં કોરોના કેસોની સંખ્યા ઓછી થઇ જતાં સરકાર અને લોકોએ ભારે બેદરકારી દાખવ્યાનું આ પરિણામ છે.

ગુજરાતની ભૂમિ એ ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિ છે. ગુજરાત ક્યાં હતું અને આપણે ક્યાં લઇ આવ્યા છીએ. એ સમયે ખળખળ વહેતી સાબરમતી કે સોરઠની શેતલ નદીને જોઇને કુદરત યાદ આવતી હતી. કેવો બ્યુટીફુલ નજારો હતો. આજે ડાંગના ડીપ ફોરેસ્ટમાં જે કુદરત દેખાય છે તે કુદરત આખા પ્રદેશમાં હતી. આજે ગુજરાત સિમેન્ટ-કોંક્રીટનું અને પ્લાસ્ટીકનું જંગલ બની ગયું છે. લોકો પણ પ્રેક્ટિકલ બની ચૂક્યાં છે. શાસકોએ વેચવામાં કંઇ બાકી રાખ્યું નથી. હજી પણ વેચવા માટે જળ, સ્થળ અને આકાશ દેખાય છે. પાણીના દામ ચૂકવવા પડે છે જે પહેલાં કુદરતે ફ્રી ઓફ કોસ્ટ આપ્યું હતું. એક એક ગુજરાતીએ આત્મખોજ કરવાની જરૂર છે- કે આપણે ક્યાં હતા અને ક્યાં આવી ચૂક્યાં છીએ.

1લી મે, 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી, આ જ દિવસે મહારાષ્ટ્રની પણ સ્થાપના થઈ હતી. વર્ષ 1937માં કરાંચી ખાતે યોજાયેલી એક સભા દરમિયાન “મહાગુજરાત” નો વિચાર કનૈયાલાલ મુનશીએ રજૂ કર્યો હતો. વર્ષ 1956માં સ્ટેટ્સ રીઓર્ગેનાઇઝેશન એક્ટ દ્વારા રાજયોની સીમા નક્કી કરવામાં આવેલી. તે સમયે એક બોમ્બે રાજ્ય હતું, જેમાં ગુજરાતી, કચ્છી, મરાઠી અને કોંકણી ભાષા બોલનારા લોકો વસતા હતા.

ગુજરાતી અને કચ્છી બોલનારા લોકોનું એક અલગ રાજ્ય હોય તેવી માંગ સાથે, મહાગુજરાત આંદોલન થયું હતું. અમદાવાદમાં થયેલા આ આંદોલનમાં કેટલાય વિધાર્થીઓએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. આંદોલનમાં શહીદ થયેલા વિદ્યાર્થીઓની સ્મૃતિમાં લાલ દરવાજા પાસે શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે. ઇન્દુલાલ યાગ્નિક મહાગુજરાત આંદોલનને સંભાળતા હતા. અંતે પ્રેસિડેન્ટ રાજેન્દ્ર પ્રસાદ, સર્વપલ્લી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરૂએ ગુજરાત અને મહારાષ્ટ્ર હવેથી આ બે અલગ રાજ્ય છે, તેમ ઘોષિત કરવા સંમત થયા અને 1લી મે 1960માં બે રાજ્યો સ્થપાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp