કોરોના સામે લડવા રાજ્ય સરકારે ઘર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યું

PC: youtube.com

કોરોના વાયરસના પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીમાં રાજ્ય સરકારે લોકોને વધારેમાં-વધારે છૂટછાટ આપી હોવાના કારણે લોકો દિવાળીના સમયે બજારોમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. ત્યારબાદ લોકો 2 વર્ષથી ઘરમાં જ હોવાના કારણે અલગ-અલગ ફરવા લાયક સ્થળો પર ફરવા પણ ગયા હતા. આ તમામ સ્થળો પર કોરોનાની ગાઇડલાઇનનો ભંગ થયો હતો. ત્યાં પણ સામાજિક અંતર કે પછી માસ્કના નિયમોનું પાલન થયું ન હતું. ત્યારે હવે કોરોના વેક્સીન કોરોના વાયરસથી લોકોને સુરક્ષિત કરવા માટે એક રામબાણ ઈલાજ સાબિત થઇ રહી છે. તેથી હવે કેન્દ્ર સરકાર દ્વારા ઘર-ઘર દસ્તક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અને આ અભિયાન અંતર્ગત લોકોને ઘરે-ઘરે જઈને વેક્સીન આપવામાં આવશે.

ઘર-ઘર દસ્તક અભિયાન અંતર્ગત આગામી 15 દિવસના સમયમાં રાજ્ય સરકાર દ્વારા દરરોજ 750થી 800 જેટલી ટીમો બનાવીને 75 જેટલા ગામડાઓમાં વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. આ બાબતે રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા માહિતી આપવામાં આવી હતી.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે, નાગરિકોની સુખાકારી માટે અનેકવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે અને આ માટે મુખ્યમંત્રી દ્વારા સંબંધિત વિભાગોને પણ સૂચના આપવામાં આવી છે. આગામી 9 દિવસમાં ઘરે-ઘરે જઈને વેક્સીનેશનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં 75 ટીમો બનાવવામાં આવશે અને આ ટીમ રોજ 75 ગામડાઓને આવરી લેશે. રાજ્યમાં 65 લાખ લોકોને હજી કોરોના વેક્સીનનો બીજો ડોઝ લેવાનો બાકી હતો. પણ તેમાંથી 55 લાખ લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે અને 10 લાખ લોકોને બીજો ડોઝ બાકી છે. આ ઉપરાંત એક દિવસમાં 66 હજાર કરતા વધુ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું છે અને 20 હજાર કરતા વધુ લોકોને લેબોરેટરીની સુવિધા આપવામાં આવી છે. તો 5000 હેલ્થ કાર્ડ અપાયા અને 14 હજાર લોકોને માં કાર્ડ એનાયત કરવામાં આવ્યા છે.

બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, ચોમાસામાં બાળકોને શિક્ષણની સુવિધા મળી રહે એટલા માટે વધુ પાણી જે વિસ્તારોમાં ભરાય છે તેવા ગામડાઓમાં 1 હજાર કરોડ રૂપિયાના ખર્ચે નદી-નાળા અને કોઝવેનું સ્ટ્રકચર બનાવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp