એક એવા DM, જેમની કાર્યશૈલીએ તેમને અપાવી PMOમાં મોટી જવાબદારી

PC: jansatta.com

ઉત્તરાખંડના એક IAS ઓફિસરને તેમની કામ કરવાની અલગ અને પ્રેરણાદાયી શૈલીનું ઇનામ મળ્યું છે. તેમને પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)માં મોટી જવાબદારી અને સન્માનનીય પદ પ્રાપ્ત થયું છે. આ મહાશય જ્યારે ડીએમ (ડિસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ) તરીકે જુદી જુદી જગ્યાએ જવાબાદારી સંભાળતા ત્યારે એવી કામગીરી કરતા કે લોકો પણ ખુશ થઇને તેમની પ્રસંશા કરતા.

ઉત્તરાખંડના IAS ઓફિસર મંગેશ ચિલ્ડિયાલને પ્રધાનમંત્રી કાર્યાલયમાં મોટી જવાબદારી મળી છે. એપોઇન્ટમેન્ટ્સ કમિટી ઓફ કેબિનેટે એમને PMOમાં અંડર સેક્રેટરી પદ પર નિમણુંક આપી છે. મંગેશ તેમની કાર્યશેલીને કારણે ઘણી વખત ચર્ચામાં રહેતા હોય છે. મંગેશ એક વખત જ્યારે રૂદ્રપ્રયાગમાં ડીએમ હતા ત્યારે, ત્યાંની રાજકીય ગર્લ્સ ઇન્ટર સ્કુલ-કોલેજમા ચેકિંગ માટે ગયા હતા. તેમણે જોયું કે આ સ્કુલમાં તો ઘણા સમયથી કોઇ સાયન્સ ટીચર જ નથી. સાયન્સ ટીચર વગર જ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.નિરિક્ષણ પતાવીને મંગેશ ઘરે ગયા અને પત્ની ઉષાને ચેકિંગની આખી વાત કરી અને વિનંતી કરી કે જ્યાં સુધી કોઇ નવા સાયન્સ ટીચરની એપોઇન્ટમેન્ટ ન થાય ત્યાં સુધી સ્કુલમાં બાળકોને સાયન્સ ભણાવે. પત્ની ઉષાએ પતિની વાત માની લીધી અને બીજા જ દિવસથી શાળામાં સાયન્સ ભણાવવાનું શરૂ કરી દીધું હતું. આના બદલામાં ઉષા કોઇ વળતર મેળવતા નહોતા.

મંગેશ ઘણી વખત વેશ બદલીને પણ અચાનક ચેકિંગ માટે પહોંચી જવા માટે જાણીતા છે અને તેમની આ સ્ટાઇલ લોકોને ખુબ જ ગમે છે. મહેશ ટિહરીના પણ ડીએમ રહી ચુક્યા છે અને તેઓ કેદારનાથ પુનનિર્માણ યોજનામાં મુખ્ય જવાબદારી નિભાવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp