વર્ષોથી જામી પડેલા 12 ચીફ ઇજનેરોની એક ઝાટકે બદલી, હવે પછી કોનો વારો?

PC: indianexpress.com

ગુજરાત સરકારની કચેરીઓમાં વર્ષોથી એક જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે એક નહીં પણ સરકારના તમામ વિભાગો તેમજ જિલ્લા વહીવટી કચેરીઓમાં આવી બદલીઓ કરવાનું નક્કી કર્યું છે,

સચિવાલયના સૂત્રો કહે છે કે સરકારના આ નિર્ણયના કારણે ભ્રષ્ટાચાર નિયંત્રણમાં લાવી શકાશે અને વિભાગમાં બદલાવ આવશે. વર્ષોથી એક જ જગ્યાએ કામ કરતા અને અધિકાર જમાવતા અધિકારીઓ કે કર્મચારીઓને નવી જગ્યાએ મૂકવાથી તેમની મોનોપોલી પણ તૂટશે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગમાં એક સાથે 12 ચીફ એન્જીનીયરોની બદલી કરવામાં આવી છે. આ તમામ ચીફ એન્જીનીયરો છેલ્લા 7 વર્ષથી એટલે કે પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની સરકારના સમયથી એક જ જગ્યાએ હતા. એક સાથે 12 ચીફ એન્જીનીયરોની બદલી થતા એક જ જગ્યાએ વર્ષોથી અડીંગો જમાવીને બેઠેલા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

હોદ્દો અને ઇજનેરનું નામ ----------------- બદલીનો વિભાગ

1)      ચીફ એન્જીનીયર એન.કે. પટેલ -- અર્બન ડેવલોપમેન્ટ એન્ડ અર્બન હાઉસીંગ

2)      સ્ટાફ ટ્રેનીંગ કોલેજના ડાયરેક્ટર એસ.કે પટેલ -- વર્લ્ડ બેન્ક પ્રોજેક્ટ ઇમ્પ્લાન્ટેશન

3)      ક્વોલીટી કંટ્રોલ વિભાગના ચીફ એન્જીનીયર જે.એ.ગાંધી -- ગુજરાત વિજીલન્સ કમિશન

4)      પ્રોજેક્ટ ઇમ્પ્લાન્ટેશન યુનિટ – આરોગ્યના ચીફ એન્જીનીયર બી.સી.પટેલ -- અર્બન ડેવલોપમેન્ટ

5)      ગુજરાત હાઉસિંગ બોર્ડના ચીફ એન્જીનીયર અશોક કે. પટેલ -- રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન

6)      નેશનલ હાઈવે વિભાગના ચીફ એન્જીનીયર પી.આર.પટેલીયા -- માર્ગ અને મકાન

7)      ગુજરાત વિજીલન્સ કમીશન – સિવિલના ચીફ એન્જીનીયર કે.એમ. પટેલ -- ક્વોલીટી કંટ્રોલ

8)      કેપિટલ પ્રોજેક્ટના ચીફ એન્જીનીયર પી.એમ. ચૌધરી પ્રોજેક્ટ ઇમ્પ્લાન્ટેશન યુનિટ – આરોગ્ય

9)      અર્બન ડેવલોપમેન્ટ મિશનના ચીફ એન્જીનીયર પી.કે.સંઘવી -- સ્ટાફ ટ્રેનીંગ કોલેજ

10)   રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના ચીફ એન્જીનીયર એચ.સી. મોદી -- નેશનલ હાઈવે

11)   પંચાયતના ચીફ એન્જીનીયર કેકે પટેલ -- માર્ગ અને મકાન વિભાગ

12)   વર્લ્ડ બેંકના ચીફ એન્જીનીયર વાયએમ ચાવડા -- પંચાયત વિભાગ

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp