પાંચ IAS અધિકારીઓની બદલી, મહેસાણાના કલેક્ટર પદે એચ.કે.પટેલ

PC: youtube.com

ગુજરાત સરકારે પાંચ સનદી અધિકારીઓની બદલી કરી છે. આ પાંચ અધિકારીઓમાં મહેસાણાના જિલ્લા કલેક્ટર આલોક કુમાર પાંડેયને ઉત્તરપ્રદેશ કેડરમાં મોકલતાં તેમને રિલીવ કરવામાં આવ્યા છે.

સરકારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટર એચ.કે.પટેલને બદલીને મહેસાણા કલેક્ટર તરીકે મૂક્યા છે. ગાંધીનગરમાં એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા જે.આર. ડોડિયાને દેવભૂમિ દ્વારકાના કલેક્ટર બનાવ્યા છે.

આ ઉપરાંત જે.બી. પટેલ કે જેઓ મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી હતા તેમને બદલીને જિલ્લા વિકાસ અધિકારી તાપીમાં મૂક્યા છે જ્યારે તાપીના જિલ્લા વિકાસ અધિકારી મનોજ દક્ષિણીને મહેસાણા જિલ્લાના વિકાસ અધિકારી તરીકે મૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp