RTOમાં નવો ફતવોઃ લાયસન્સની ટેસ્ટમાં જો ફેઇલ થયા તો હવે ફરી આટલી ફી ભરવી પડશે

PC: youtube.com

આરટીઓના માધ્યમથી વાહન ચાલકો પર  વધુ એક બોજ વાહન વ્યવહાર કમિશનરએ નાખ્યો હોવાની માહિતી મળી છે. હવે લર્નિંગ લાઇસન્સ મેળવવાની પરીક્ષામાં તમે નાપાસ થશો તો તમારે ફરી નવી ફી ભરી પરીક્ષા આપવી પડશે. વારંવાર નાણાં ખર્ચવા સાથે મહિનાઓ સુધી હેરાન ગતિ થશે એ મફતમાં. 

આરટીઓના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકારે પહેલા રાજ્યની તમામ આઇટીઆઇમાં વાહનોના લર્નિંગ લાઇસન્સ કાઢવાની શરૂઆત કરી આરટીઓ પરનું ભારણ ઓછું કરી નાખ્યું. જોકે , હજી પણ અહી અપોઈંટમેંટ આરટીઓની સરખામણીએ ખૂબ જ ઓછી મળતી હોવાની અને કામ પણ ધીરુ થતું હોવાની બૂમ છે.

સુરતમાં 5 આઇટીઆઇમાં હાલ 45 લેખે 225 અપોઈંટમેંટ મળે છે, જ્યારે આરટીઓમાં રોજની 350થી વધુ અપોઈંટમેંટ આપતી હતી.

જોકે આરટીઓ દીપસંગ ચાવડા આ અંગે કહે છે કે અરજદારોએ પહેલા માર્ચ 2020 સુધી 350 લેખે લીધેલી અપોઈંટમેંટ પર પણ કામ તો થાય જ છે ઍટલે રોજ 600 જેટલા અરજદારો આઇટીઆઇમાં કામ કરાવી રહ્યા છે. આ મુદ્દો હજી ઉકેલાયો નથી ત્યાં હવે વાહન વ્યવહાર કમિશ્નરે લર્નિંગ લાઇસન્સ માટેની એક ટેસ્ટમાં ફેલ થાવ તો નવી અપોઈંટમેંટનો ફતવો કાઢી દીધો છે. પહેલા ફેલ થાવ તો તુરંત બીજા દિવસે અરજદારને ફેર પરીક્ષાનો  મોકો આપવામાં આવતો હતો પરંતુ નવી સિસ્ટમથી અપોઈંટમેંટ લેવામાં 3 મહિનાનું વેઇટિંગ ચાલતું હોવાથી ત્યારબાદ જ વાહનચાલકનો નંબર લાગી શકશે.

જો ફરી ફેલ થાય તો 6 મહિના વીતી જતાં હોવાથી તેણે લર્નિંગ લાઇસન્સ માટેની 900 રૂપિયાની ફી ફરીથી ભરવાની રહશે. તમામ પ્રોસેસમાથી ફરી ગુજરવાનું રહેશે. દસ્તાવેજો ફરી ઓનલાઈન અપલોડ કરવાના રહશે. સાથો સાથ અગર લાઇસન્સ વિના પકડાય તો 5000 રૂપિયાનો દંડ લગાતાર ભરતો રહેવાનો રહશે. સિસ્ટમ હજી સેટ નથી થઈ ત્યાં નવા ફતવાથી લોકોમાં રોષ છે અને રોજ અરજદારો માથાકૂટ કરતાં જોવા મળી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp