સુરતમાં સીસીટીવીવાળા 36 હાઈટેક શાક માર્કેટ ક્યા બનશે

PC: khabarchhe.com

સુરત મહાનગર પાલિકાએ હાઈટેક 36 શાક તેમજ મટન-મચ્છી માર્કેટ બનાવવાનું આયાેજન કર્યું છે. 4000 જેટલી બેઠક ક્ષમતાવાળા નવા માર્કેટો બનાવાશે ઉપરાંત જે જૂના માર્કેટ છે તેને પણ અપડેટ કરીને તેમાં સીસીટીવી કેમેરા, ફાયર સેફ્ટી સુવિધા, સાેલાર પેનલ, આેર્ગેનિક વેસ્ટ કન્વર્ટર, શૌચાલયો, પીવાના પાણીની વ્યવસ્થા, પેવિંગ બ્લાેક સહિતની સુવિધાસભર માર્કેટ બનાવવાશે અને તે માટે 50 કરોડનું બજેટ ફાળવવા માટેની જાહેરાત મેયર ડો. જગદીશ પટેલ અને કમિશનર બચ્છાનિધિ પાની દ્વારા કરવામાં આવી છે.

સુરતમાં જે હયાત માર્કેટો છે તેમાં જગ્યાનો અભાવ હાેવાથી લારીવાળા તથા વિક્રેતાઆે રસ્તા પર પેસારો કરે છે. પરિણામે તે વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાઆે વિકટ બની છે. સાથોસાથ લાેકોની સિક્યુરિટીનો પણ પ્રશ્ન ઊભાે થાય છે. હાલના પણ જે માર્કેટો છે તે અપૂરતા છે અને અસુવિધાજનક છે પરિણામે તેને પણ અપડેટ કરવાની યોજના બનાવાય છે. મેયરે જણાવ્યું કે સરકારની પંડિત દિન દયાળ અંત્યોદય યાેજના, નેશનલ અર્બન લાઈવલીહુડ મિશન યાેજનાના સપોર્ટ અર્બન સ્ટ્રીટ વેન્ડર્સ ઘટક અંતર્ગત આ 36 માર્કેટ બનાવવા તેમજ નવીનીકરણ કરવા પ્રોજેક્ટનાે ડિટેલ રિપાેર્ટ બનાવી માેકલાશે અને જરૂરી મંજૂરી મંગાશે. સુરત મહાનગર પાલિકા દ્વારા નક્કી કરાયા મુજબ અઠવા ઝોનમાં 3, રાંદેર ઝોનમાં 9, કતારગામમાં 4, લિંબાયતમાં 10, ઉધનામાં 2, વરાછા અને સેન્ટ્રલ ઝોનમાં 4-4 માર્કેટને બનાવવાની કે અપડેટ કરવાની યોજના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp