ગુજરાતના કયા બે IAS ઓફિસર દંપત્તિ ડેપ્યુટેશન પર દિલ્હી જવા માગે છે?  

PC: gandhinagarportal.com

ગુજરાત સરકારના વહીવટી તંત્રમાં ડેપ્યુટેશન પર જવાનો દોર ફરી શરૂ થયો છે. ગુજરાત છોડીને દિલ્હી અથવા ફોરેન જવા માગતા IAS ઓફિસરોની યાદી લાંબી થતી જાય છે. બે દંપત્તિ એવા છે કે જેમને ડેપ્યુટેશન પર જવું છે જેમાં મમતા વર્મા અને સંજીવકુમાર તેમજ કુલદીપ આર્ય અને નિલમ રાનીનો સમાવેશ થાય છે.

ભારતીય સનદી સેવાનો નિયમ છે કે રાજ્યોમાં ફરજ બજાવતા ભારતીય વહીવટી સેવાના ઓફિસરોને વખતોવખત ડેપ્યુટેશન પર જવાનો મોકો મળતો હોય છે. હાલ ગુજરાતના બે ડઝન કરતાં વધુ ઓફિસરો ડેપ્યુટેશન પર ગુજરાત બહાર ફરજ બજાવી રહ્યાં છે. તેમનો આ ટેન્યોર ત્રણ વર્ષનો હોય છે. ગુજરાત કેડના IAS ઓફિસર એસ અપર્ણા પણ ડેપ્યુટેશન પર વર્લ્ડબેન્કમાં અમેરિકા જઇ આવ્યાં છે. તેમનો ત્રણ વર્ષનો ટેન્યોર ખતમ થતાં તેઓનું પોસ્ટીંગ ભારત સરકારમાં થયેલું છે.

ગાંધીનગર જિલ્લા કલેક્ટર કુલદીપ આર્ય અને તેમના પત્ની નિલમ રાની પણ ડેપ્યુટેશન પર જવા માગે છે. તેમની પસંદ દિલ્હી અથવા તો ફોરેન છે. નિલમ રાની હાલ ઇન્ડેક્ષ્ટ-બીમાં એમડી તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં તેઓ અમદાવાદમાં રિઝનલ પાસપોર્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. આ IAS દંપત્તિને ડેપ્યુટેશન પર દિલ્હી અથવા તો ફોરેન જવું છે.

આ પહેલાં ટુરિઝમ વિભાગના અગ્રસચિવ મમતા વર્માને પણ ડેપ્યુટેશન પર દિલ્હી જવું છે. તેમની સાથે તેમના IAS પતિ સંજીવકુમાર પણ દિલ્હી જવા માગે છે. આ બન્ને ઓફિસરોના ડેપ્યુટેશનની ચર્ચા છેલ્લા કેટલાક મહિનાઓથી થઇ રહી છે. સંજીવકુમાર હાલ જીએસપીસીમાં એમડી તરીકે ફરજ બજાવે છે.

ગુજરાતમાં IASની ઓથોરાઇઝ્ડ સ્ટ્રેન્થ 313ની છે પરંતુ 2020ની સ્થિતિએ હજી 218 પોસ્ટ ભરાયેલી છે. 40 ટકાથી વધારે ઓફિસરોને સેન્ટ્રલ ડેપ્યુટેશન પર મોકલવાના હોતા નથી તેવો રૂલ્સ બનાવેલો છે. સરકારમાં સિનિયર ડ્યુટી પોસ્ટની સંખ્યા 170 થવા જાય છે, જ્યારે તાલીમ માટે મોકલવાના હોય તેવા ઓફિસરોની સંખ્યા 3.5 ટકાથી વધવી જોઇએ નહીં. જો કે કોરોના સંક્રમણ સમયે તાલીમ પર જતા ઓફિસરોની સંખ્યામાં ઘટાડો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp