26th January selfie contest

ભારતમાં iPhone કેમ મોંઘો મળે છે, રઘુરામ રાજને ગણિત સમજાવ્યું

PC: economictimes.indiatimes.com

રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન પોતાની બેબાક સલાહો માટે જાણીતા છે. એક તાજી નોટ અનુસાર, તેમણે ભારત સરકારની પ્રડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ એટલે કે, PLI સ્કીમ પર સવાલ ઉઠાવ્યો છે. તેના માટે તેમણે iPhoneનું ઉદાહરણ આપ્યું છે અને કહ્યું કે, કેમ જે iPhone અમેરિકામાં 92,500 રૂપિયાનો મળે છે, તેની કિંમત ભારતમાં વધીને 1.29 લાખ રૂપિયા થઇ જાય છે.

તેમણે નોટમાં લખ્યું કે, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે. તે સિવાય મોંઘી લોન, વિજળીની ઉપલબ્ધતામાં ઘટાડો, ડિઝાઇનના મુદ્દે સીમિત ક્ષમતા અને ભારતીય કામગારોમાં કૌશલનો અભાવ જેવી સમસ્યાઓ છે, જે ભારતમાં વિનિર્માણ ઓછુ થવાનું મુખ્ય કારણ છે. આ મુશ્કેલીઓને દૂર કરવામાં વધારે સમય લાગશે, તેના કારણે સરકાર એક એવો વિકલ્પ ચાહે છે કે, જેમાં ઓછો સમય લાગે. આ જ કારણ છે કે, બાદમાં એક પછી એક કેટલાક સેક્ટરો માટે સરકાર PLI સ્કીમ લાવી રહી છે.

રાજને પોતાની વાતની સફાઇ આપતા કહ્યું કે, સેલફોન ઇન્ડસ્ટ્રીનો સહારો લીધો. તેમણે કહ્યું કે, વર્ષ 2018માં મોબાઇલના ઇમ્પોર્ટ પર કસ્ટમ ડ્યૂટીને 20 ટકા વધારવામાં આવી છે. તેનાથી મોબાઇલની ઘરેલુ કિંમતો વધી ગઇ. ઉદાહરણ માટે જે iPhone 13 પ્રો મેક્સ શિકાગોમાં ટેક્સિસની સાથે 92,000 રૂપિયામાં મળી જાય છે, સમાન ફિચર્સ વાળા એ જ મોડલની કિંમત ભારતમાં 40 ટકા વધીને 1.29 લાખ રૂપિયા થઇ જાય છે.

ભારતમાં PLI સ્કીમ હેઠળ મેન્યુફેક્ટરર્સને પહેલા વર્ષે સેલ ફોન બનાવવા પર સરકાર તરફથી 6 ટકા હિસ્સો મળી જાય છે, જે ઘટતા ઘટતા પાંચમા વર્ષે 4 ટકા પર આવી જાય છે, મેન્યુફેક્ચરર્સ ઇન્ક્રીમેન્ટલ ઇન્વેસ્ટમેન્ટ અને સેલ્સના ટાર્ગેટને પૂરો કરે છે. રાજને કહ્યું કે, આ સ્કીમમાં ભારતમાં મેન્યુફેક્ચર થનારા સેલ ફોનની મિનિમમ વેલ્યુની કોઇ લિમિટ નથી. તેનો મતલબ એ હતો કે, મેન્યુફેક્ચરર દરેક પાર્ટને ઇમ્પોર્ટ કરે છે અને અહીં લાવીને એસેમ્બલ કરે છે. ત્યાર બાદ પણ આ સ્કીમના દરેક ફાયદા ઉઠાવી શકાય છે. તેનો મતલબ એ થયો કે, મેન્યુફેક્ચરિંગને જે રીતે વધારવું જોઇએ, એ નથી થઇ રહ્યું પણ, સબ્સિડીનો બોજ ટેક્સપેયર્સ ઉઠાવી રહ્યા છે. આ વાતની પણ કોઇ ગેરેન્ટી નથી કે, સબ્સિડીની અવધિ સમાપ્ત થયા બાદ બહારી મેન્યુફેક્ચરર્સ અહીં ટકેલા રહે.

રાજને PLI સ્કીમથી પેદા થતા રોજગારની સંખ્યા પર પણ સવાલ ઉઠાવ્યા છે. રાજને આયાત અને નિકાસના આંકડાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, પાછલા કેટલા સમયમાં ભલે જ નિકાસ ઝડપથી વધી રહ્યો છે, પણ એવું તો ત્યારે પણ થઇ રહ્યું હતું કે, જ્યારે PLI સ્કીમ લાગૂ નહીં થઇ હતી. આયાતને જોઇએ તો તે હજુ પણ વધી રહી છે, જ્યારે સ્કીમથી પહેલા તેમાં ઠરાવ આવવા લાગ્યો હતો. તેનાથી પણ ખબર પડે છે કે, મેન્યુફેક્ચરર્સને PLI સ્કીમના કારણે પાર્ટને ઇમ્પોર્ટ કરી અહીં ફક્ત એસેમ્બલ કરવા માટે પ્રોત્સાહન મળે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp