ગુજરાતના CM હાઉસને કેમ અપશુકનીયાળ માનવામાં આવે છે ?

PC: gujarat.gov.in

દિવાળીના નવા વર્ષનો પ્રારંભ થયો છે, અન્ય રાજયની સરખામણીમાં ગુજરાતમાં વિકાસ અને સુધારાવાદી વિચારોની ટકાવારી ઉંચી છે આમ છતાં છેલ્લાં બે દાયકાથી ગુજરાતના મુખ્યમંત્રી માટે ચીફ મીનીસ્ટર હાઉસમાં કોઈ મુખ્યમંત્રી રહેવા તૈયાર નથી, આ ચીફમીનીસ્ટર હાઉસને અપશુકનીયાળ ગણવામાં આવે છે. જેના કારણે ગુજરાતના કોઈ પણ મુખ્યમંત્રી આ બંગલામાં રહેવાની હિમંત કરતા નથી.

1974માં ગાંધીનગરની સ્થાપના થઈ ત્યાર બાદ સચિવાલય સહિત મંત્રીઓ માટે આલીશાન બંગલાઓ પણ બનાવવવામાં આવ્યા હતા, જેમાં રાજયપાલ ભવન સહિત મુખ્યમંત્રી અને મંત્રીઓના બંગલાઓનું પણ નિર્માણ કરવામાં આવ્યુ હતું, જેમા બંગલા નંબર 1ને ચીફ મીનીસ્ટર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે, જે અન્ય
બંગલાઓ કરતા વધુ મોટો અને વિશાળ બગીચા સહિત અન્ય સુવીધાઓ પણ છે. પણ 19974 પછી આ બંગલમાં જે પણ મુખ્યમંત્રી રહેવા આવ્યા તેઓ પોતાની પાંચ વર્ષની મુદત પુરી કરી શકયા નહીં, મુખ્યમંત્રી થતાં પહેલા જે મંત્રીઓ લાંબા સમયથી મંત્રીમંડળમાં હતા અને ત્યાર બાદ તેઓ મુખ્યમંત્રી થયા અથવા જે સીધા મુખ્યમંત્રી થયા અને તેઓ ચીફ મીનીસ્ટર હાઉસમાં રહેવા આવ્યા તેમની સરકાર પડી ગઈ અથવા તેમને મુખ્યમંત્રીમાંથી જવુ પડયુ હતું.

આ એક સંજોગ હોઈ શકે, આમ છતાં ધીરે ધીરે આ માન્યતા ઘર કરવા લાગી કે ચીફ મીનીસ્ટર હાઉસમાં જે રહે તે પાંચ વર્ષ પુરા કરતા નથી, આ બંગલામાં રહેનાર માધવસિંહ સોંલકીથી કેશુભાઈ પટેલ સુધીના મુખ્યમંત્રીઓ થયા પછી બંગલા નંબર 1માં રહેવા આવ્યા અને તેમની સરકાર પડી ગઈ હતી, જેના કારણે 2001માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યારે તેમણે ચીફ મીનીસ્ટર બંગલામાં રહેવાની પ્રણાલિ તોડી બંગલા નંબર 1ની બાજુ આવેલા બંગલા નંબર 26માં રહેવાનું પસંદ કર્યુ અને ચીફ મીનીસ્ટર બંગલોને પોતાની ઓફિસ બનાવી હતી. જો કે મોદી વડાપ્રધાન થયા પછી આનંદીબહેન પટેલ સીએમ હાઉસમાં રહેવા ગયા નહી તો પણ તેમને એક જ વર્ષમાં સત્તા છોડી દેવી પડી હતી, હવે વિજય રૂપાણી પણ બંગલા નંબર 26માં જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp