અમદાવાદને ઓલિમ્પિક ગેમ્સનું યજમાન પદ મળશે? જાણો કોની સાથે સ્પર્ધા થવાની છે?

PC: indianexpress.com

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (ઔડા) એ ઓલિમ્પિક રમતોના યજમાન માટેની સંભવિત બિડની તૈયારી માટે રમતના સ્થળો અને માળખાગત સુવિધાઓનું મૂલ્યાંકન કરવા સલાહકારોની એક દરખાસ્તને આમંત્રણ આપ્યું છે.

સમર ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના હોસ્ટિંગ માટે રમત ગમત અને નોન સ્પોર્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કરવા ઔડાએ ટેકનિકલ અનુભવી કન્સલ્ટિંગ એન્જીનિયરીંગ ફર્મની શોધ શરૂ કરી છે. આ પ્રોજેક્ટ ઔડા, ભારતીય ખેલ પ્રાધિકરણ અને ગુજરાત સરકાર સંયુક્ત રીતે ચલાવશે.

અમદાવાદને આંતરરાષ્ટ્રીય રમત ગમત સ્થળ બનાવવાના હેતુથી આ પ્રોજેક્ટ સ્વિકારવામાં આવ્યો છે. અમદાવાદ એ ઓલિમ્પિક્સ, એશિયાડ (એશિયન ગેમ્સ) અને કોમનવેલ્થ ગેમ્સ જેવી ઇવેન્ટ્સનું આયોજન કરી શકે છે તેવું અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારે જણાવ્યું છે. નક્કી કરેલા કન્સલ્ટન્ટને સાડા ત્રણ મહિનામાં રિપોર્ટ આપવાનો રહેશે.

અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું ઉદ્ધધાટન ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કર્યા બાદ ત્રણ મહિના પછી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે જેના ઉદ્દધાટનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યાં હતા.

સાબરમતી નદીના કાંઠે આવેલા એન્કલેવમાં ફુટબોલ, હોકી, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લોન ટેનીસ જેવી રમતોની વિશ્વકક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. અમદાવાદના નારણપુરામાં પણ વિવિધ રમતો માટે 17 એકરનું સંકુલ ઉભું કરવામાં આવનાર છે. આ સુવિધાઓ છ મહિનામાં પૂર્ણ કરાશે. અમદાવાદને સ્પોર્ટ્સ સિટી બનાવવાની આ પ્રક્રિયા ચાલી રહી છે.

પેરિસ અને લોસ એન્જેલિસમાં 2024 અને 2028માં ગ્રીષ્મકાલિન ઓલિમ્પિક રમાવાની છે. કેટલાક શહેરોએ 2032માં રમતોનું આયોજન કરવા માટે રસ વ્યક્ત કર્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીએ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનની પસંદગી કરી છે. જો 2032માં ઓસ્ટ્રેલિયામાં ઓલિમ્પિક યોજવામાં આવે તો સંભવત એશિયન શહેરો માટે 2036માં તે યોજાવાની સંભાવના છે.

આ ઉપરાંત એશિયન ગેમ્સનું આયોજન ચીનના હંગઝોઉ, જાપાનના આઇચી-નાગોયા, કતારના દોહા અને સાઉદી અરબના રિયાદમાં 2034 સુધી દર ચાર વર્ષે થઇ શકે છે. 2022માં રાષ્ટ્રમંડળ ખેલનું યજમાનપદ યુનાઇટેડ કિંગ્ડમને મળે તેમ છે, જો કે 2026 અને 2030ના રાષ્ટ્રમંડળ ખેલ માટે બોલી લગાવવાની સમયમર્યાદા પર કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

નવી દિલ્હીએ 1982માં એશિયન ગેમ્સ અને 2010માં સીડબલ્યુજીનું આયોજન કર્યું હતું. પૂણે એ 2008માં કોમનવેલ્થ યુથ ગેમ્સ યોજી હતી. જો કે હજી સુધી કોઇ ભારતીય શહેર ઓલિમ્પિક માટે ઔપચારિક બોલી લગાવી શક્યું નથી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અગાઉ એવો સંકેત આપ્યો હતો કે રાષ્ટ્રીય રાજધાનીમાં 2048માં ઓલિમ્પિક માટે બોલી લગાવી શકે છે. જો કે ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનના પ્રમુખ નરીન્દર બત્રાએ સૂચન કહ્યું છે કે અમદાવાદને પણ ધ્યાને લઇ શકાય તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp