શું ભારતમાં પેટ્રોલ-ડીઝલ કારનો અંત આવશે? EVને લઇને નીતિન ગડકરીનું નિવેદન

PC: livemint.com

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અનુસાર, પેટ્રોલ અને ડીઝલ કારોના વાચાણને હતોત્સાહિત કરવા અને પ્રદૂષણને ઓછું કરવા માટે વૈકલ્પિક ઇંધણને પ્રાથમિકતા આપવી જોઇએ. કેન્દ્રીય સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રીએ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ટરર્સના 62મા વાર્ષિક સંમેલનમાં આ વાત કરી છે.

ગડકરીએ કારો માટે વૈકલ્પિક ઇંધણના ઉપયોગ પર ભાર મૂકતા કહ્યું કે, કાચા તેલની આયાતમાં ઘટાડો અને સાથે જ પ્રદૂષણમાં ઘટાડા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું જોઇએ. તેમણે કહ્યું કે, દેશમાં 35 ટકા પ્રદૂષણ ડીઝલ અને પેટ્રોલ કારના કારણે થાય છે. તેથી આપણે આયાત મુક્ત, પડતર પ્રભાવી, પ્રદૂષણ રહિત અને સ્વદેશી ઉત્પાદનોની જરૂર છે.

કેન્દ્રીય મંત્રીએ સિયામથી આયાત પર નિર્ભરતા ઓછી કરવા માટે રણનીતિઓ પર રિસર્ચ કરવાનો અનુરોધ કર્યો છે. મંત્રીએ કહ્યું કે, આ ઇલેક્ટ્રિક વાહનો અને બસો સાથે સાથે બે ત્રણ અને ચાર પૈડાના વાહનોના નિર્માણને પ્રોત્સાહન આપવાનો સમય છે. તેમણે કહ્યું કે, તે ભારતને વૈકલ્પિક ઇંધણ વાહનોના શિર્ષ નિર્માતા બનાવવા માગે છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેમણે એક ઇલેક્ટ્રિક હાઇવે શરૂ કરવાનું સપનું જોયું હતું. તે સિવાય ગડકરીએ 27 ગ્રીન એક્સપ્રેસવેના નિર્માણની ભલામણ કરી છે.

ગડકરીએ કહ્યું કે, દિલ્હીથી મુંબઇના વર્તમાન 52 કલાકની યાત્રા ફક્ત 12 કલાકમાં કરી શકાશે. મંત્રી અનુસાર, ડિસેમ્બર સુધી આ 20થી 22 કલાક જેટલી થઇ જશે. તે લોજિસ્ટિક ખર્ચામાં 10 ટકાના ઘટાડો કરવાનો ઇરાદો વ્યક્ત કરી રહ્યા છે. નીતિન ગડકરીએ વાહન પરિમાર્જિન નીતિને લાગૂ કરવા માટે મજબૂત સહયોગની ભલામણ પણ કરી છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દિલ્હી મુંબઇ એક્સપ્રેસ વેનું નિર્માણ લગભગ 70 ટકા પુરુ થઇ ગયું છે. પરિવહન મંત્રીએ કહ્યું કે એક વાર તે પુરુ થઇ ગયા બાદ દિલ્હીથી મુંબઇ સુધી 12 કલાકમાં પહોંચી શકાય છે. આ દરમિયાન નીતિન ગડકરીએ ઓફિશીયલ રૂપે ગ્વાલિયરમાં કુલ 222 કિલોમીટર અને 1128 કરોડ રૂપિયાની પડતર વાળા 7 નેશનલ હાઇવે પ્રોજેક્ટના ઉદઘાટન અને આધારશિલા રાખી છે. તેમણે કહ્યું કે, આ પરિયોજનાઓથી ઇંધણ બચાવવાથી અવર જવરમાં સુવિધા સરળ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp