ધીર ગંભીર યોગી આદિત્યનાથે એવું તે શું કહ્યું કે મહિલાઓ ખડખડાટ હસી પડી

PC: amarujala.com

ઉત્તર પ્રદેશની જનતામાં સખત અને કડક શાસક તરીકેની ઇમેજ ધરાવતા અને કાયમ ધીર  ગંભીર મુદ્રામાં નજરે પડતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વર્ચુઅલ વેબિનારમાં કરેલી એક હળવી કોમેન્ટને કારણે મહિલા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ખડફડાટ હસી પડયા હતા. મુખ્યમંત્રીને હળવા મૂડમાં જોઇને ઘણાં લોકો રાજી થયા હતા. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક વર્ચુઅલ વેબિનારમાં કહ્યું કે હવે તો બલિયાનું નામ સાંભળીને પણ ડર લાગે છે. આ સાંભળીને વેબિનારમાં જોડાયેલી મહિલા જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ખડફડાટ હસી પડયા હતા. એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ કહ્યો છે. જેમાં યોગી પોતે પણ હસતાં નજરે પડી રહ્યા છે.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નવરાત્રિના પહેલા દિવસે એટલે શનિવારે મહિલાઓની સુરક્ષા માટે મિશન શકિત લોંચ કર્યું હતું. નવરાત્રિના બીજે દિવસે યોગીએ તેમના ઘરેથી રાજયની મહિલા જન પ્રતિનિધિ સાથે વર્ચુઅલ સંબોધન કર્યું હતું.તે વખતે બલિયાના એક મહિલા જનપ્રતિનિધિ પોતાની ઓળખ આપી રહ્યા હતા ત્યારે મુખ્યમંત્રી યોગીએ કહ્યું હતું કે હવે તો બલિયાના નામથી પણ ડર લાગે છે.આ સાંભળીને વેબિનારમાં જોડાયેલા બધા ખડખડાટ હસી પડયા હતા.આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગયો. પ્રજામાં કડક શાસક તરીકેની ઇમેજ ધરાવતા યોગીને હસતાં જોઇને અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ રાજી થયા હતા.

યોગીએ એવું કહ્યું કે હવે બલિયાના નામથી પણ ડર લાગે છે તો તમને ચોકકસ એવું થશે કે બલિયામાં શું થયું હતુ? ઉત્તર પ્રદેશના  બલિયા જિલ્લામાં આવેલા દુર્જનપૂરમાં થોડા દિવસો પહેલાં રેશનકાર્ડની દુકાનના કોટા મામલે પોલીસ ઓફીસરોની હાજરીમાં મોટો હત્યાકાંડ થઇ ગયો હતો. ગોળીઓનો જાણે વરસાદ થયો હતો. બલિયા ગોલી કાંડમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સે મુખ્ય આરોપી ધીરેન્દ્ર સિંહને લખનૌથી ઝડપી પડયો છે અને તેના બે સગારીતની પણ ધરપકડ કરવામાં આવી છે. ધીરેન્દ્ર સિંહ સેનાનો નિવૃત જવાન હોવાનું જાણવા મળ્યું છે. ઉત્તર પ્રદેશમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી આ ઘટનાને કારણે યોગીએ કહ્યું હતું કે બલિયાના નામથી પણ હવે તો ડર લાગે છે.

હાસ્ય વિનોદ પુરો થયા પછી યોગીએ કહ્યું હતું કે મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાવલંબી થવાના સરકારના પ્રયાસ ત્યારે જ સફળ થશે જયારે મહિલાઓ પોતે જાગૃત બનશે. બદલાતા સમયમાં ફરી એકવાર ગાંવ કી બેટી સબ કી બેટીની ભાવના ફરી ઉજાગર કરવાની જરૂરિયાત છે એમ યોગીએ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp