22000 બાળકોના મોત કેમ થયા?

PC: Newsmobile.com

ગુજરાતમાં 1400 જેટલાં આરોગ્ય કેન્દ્રો કે નાની હોસ્પિટલમાંથી 50 ટકામાં આજથી સાત વર્ષ પહેલાં 24 કલાક પ્રસૂતિની સેવા આપવાની હતી. જેમાં માંડ 323 કેન્દ્રોમાં 24 કલાક પ્રસૂતિ કરાવવાની સગવડ મળતી હતી. આજે પણ તે થઈ શક્યું નથી. મોટા વચનોનો અમલ કરી શકાતો નથી. સાત જિલ્લાઓ સુરત, અમદાવાદ, દાહોદ, જામનગર, વલસાડ, બનાસકાંઠા, કચ્છમાં તો માંડ 21 ટકા સરકારી હોસ્પિટલ માં24 કલાક પ્રસૂતિ થઈ શકે છે. રાજ્યનાં તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં ક્યાંય ન્યુ બોર્ન સસ્ટેબીલાઈઝેશન યુનિટ નથી. તેનો મતલબ કે બાળકોને મોતથી બચાવવા માટેનું મહત્વનું સાધન જ ન હતું. જેના કારણે 2013-16માં 358 માંથી 198 નવજાત બાળકો મોતને ભેટ્યા હતા. જે કાંતો મુર્છા, ઓછું વજન અને સડનના કારણે મૃત્યું પામ્યા હતા.

તબીબી નિયમ છે કે, પ્રસૂતિ પછી 48 કલાક સુધી મહિલા અને નવજાત બાળકને હોસ્પિટલમાં રાખવા પડે છે. સરકારી હોસ્પિટલમાં 4,65,600 પ્રસૂતિ થઈ હતી. જેમાંથી 2,47,521 મહિલાઓને 48 કલાક પહેલાં હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી હતી. જામનગરમાં તમામ 38 હજાર પ્રસૂતા અને 38 હજાર બાળકોને તુરંત રજા આપી દેવાઈ હતી. દાહોદમાં 72 હજાર મહિલાઓ અને 72 હજાર બાળકો સાથે પણ આવું જ વર્તન કરાયું હતું. કચ્છમાં 60 ટકા મહિલાઓ અને બાળકોને ખરાબ રીતે હોસ્પિટલથી હાંકી કાઢવામાં આવે છે. 48 કલાક સુધી મહિલાઓ અને નવજાત બાળકને તબીબી નીરીક્ષણ હેઠળ રાખવા પડે છે. જો તેમ ન થાય તો મોત પણ થઈ શકે છે. આમ મહિલાઓને અને બાળકોને ગુજરાત સરકાર મોતના મુખમાં સરકાર ધકેલી રહી છે. દર વર્ષે પાંચ લાખ માણસો સાથે સરકાર રમત રહી છે.

34.88 લાખ પ્રસૂતિમાંથી 22,231 બાળકોના મોત થયા હતા તેમાં 15,817 નવજાત બાળકો તો એટલે કે 71 ટકા જન્મના એક સપ્તાહમાં જ મોતને ભેટ્યા હતા. માતા અને બાળકને 48 કલાક સુધી નિયત સંભાળ ન રાખવાના કારણે અને સારવારમાં ખામીના કારણે આ બાળકોના મોત થયા છે. 6,678 એટલે કે 46 ટકા નવજાતના મોત ઓછા વજનના કારણે થયા હતા. 2,559 બાળકો એસફીરસિયાના કારણે, 759 બાખનો ન્યુમોનિયાના કારણે જન્મ સમયે મૃત્યુ પામ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp