EVM માટે GSPCનું 20,000 હજાર કરોડના કૌભાંડ?

PC: livemint.com

ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આ વર્ષે ચૂંટણીના પરિણામોથી દેશના લોકોને એક આંચકો લાગ્યો છે. બીજો આંચકો કદાચ ગુજરાતની ચૂંટણીથી લાગી શકે છે. તેનું એક માત્ર કારણ EVMCમાં ચેડા થાય તો ? આ કલ્પના ભલભલાને હચમચાવી નાંખે એવી છે. પણ ગુજરાત પેટ્રોલીયમ કોપ્રોરેશનમાં થયેલાં રૂ,20,000 કરોડના કૌભાંડના નાણાં EVMમાં વપરાતી ચીપ બનાવતી અમેરીકન કંપની પાસે કઈ રીતે પગ કરી ગયા છે તેની સનસનીખેજ વિગતો બહાર આવી છે. તેથી હવે EVM પણ લોકોને શંકા જવા લાગી છે. કદાચ એવું પણ બને કે લોકસભાની ચૂંટણી જીતવા માટે ગુજરાત પણ ગુમાવવું પડે તો તે પણ વાંધો ન હોઈ શકે. EVMની ખામીનો જેટલો બચાવ ચૂંટણી પંચ નથી કરતું એટલો બચાવ ભાજપ કરે છે. બે દિવસ પહેલાં જ નરેદ્ર મોદીએ EVMનો બચાવ ગુજરાતની ચૂંટણીમાં કર્યો છે.

CAGએ તપાસેલા ગુજરાત સરકારના હિસાબોમાં એવું બહાર આવ્યું છે કે, ગુજરાત સરકારની કંપની દ્વારા 20,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બીજા કેટલાયે કૌભાંડો GSPCના બહાર આવ્યા છે. ગુજરાત ગેસ કૌભાંડની સૌથી મોટી લાભાર્થી બાર્બાડોસ / મોરિશિસની એક કંપની "જીઓ ગ્લોબલ રિસોર્સિસ" હતી. જેનો પર્દાફાશ સાત વર્ષ પહેલાં થયો હતો. તેમ છતાં તેની કોઈ તપાસ પણ થઈ નથી. આ કરોડો રૂપિયા કોની પાસે ગયા?

છેલ્લા 10 વર્ષથી ભાજપ સિવાય તમામ રાજકીય પક્ષોએ EVM અંગે શંકા વ્યક્ત કરી છે. માત્ર રાજકીય પક્ષો જ નહીં પણ સામાજિક ક્ષેત્રે કામ કરતાં લોકોએ પણ શંકા વ્યક્ત કરી છે. ચૂંટણી પંચ જેટલો બચાન નથી કરતું તેના કરતાં વધુ, ભાજપ હંમેશા EVMની વિશ્વસનીયતા અંગે અચૂક બચાવ કરે છે. અમદાવાદમાં 11 ડિસેમ્બરે વડાપ્રદાન નરેન્દ્ર મોદીએ પણ EVM નો બચાવ કરીને રાહુલ ગાંધી પર આ મુદ્દે આરોપો મુક્યા હતા કે, કોંગ્રેસ હારશે એટલે EVM પર આરોપો મૂકશે. વડાપ્રધાનનુ આ નિવેદન અત્યાંત ગંભીર છે. કારણ કે તે એક પ્રકારની આગાહી જ છે, અને આગોતરો બચાવ પણ છે. વડાપ્રધાને પાણી આવે તે પહેલાં પળ બાંધી લીધી છે.

ગુજરાતમાં એક પણ એવું કારણ નથી કે કોંગ્રેસ હારી રહી હોય. તેમ છતાં જો ભાજપ જીતે તો નક્કી એવું માનવાને કારણ છે કે EVMમાં કંઈક ગોટાળો છે. કારણ કે તમામ બાબતો ભાજપની હાર તરફ લઈ જઈ રહી છે. EVMમાં કેવા ગોટાળા થયા છે તે અંગે જનતાકા રિપોર્ટર દ્વારા અમેરીકાની જીયો ગ્લોબલ રિસોર્સિસ અને ઇવીએમ માઇક્રોચિપ મેન્યુફેક્ચરીંગ કંપની બંનેની માલિકો અંગે તપાસ કરી હતી. જેમાં GSPCના કૌભાંડના લાભો જીઓ ગ્લોબલ રિસોર્સિસ દ્વારા GSPC સ્કેમ માઇક્રોચિપ ઇન્ક, યુએસએ તરફ દોરી જાય છે. આ કંપની ભારતના EVMની માઈક્રો ચીપ બનાવે છે. તે જ કંપનીને મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેને અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટ ગેસના કુવાના સારકામ માટે આપ્યા હતા.

ગુજરાત રાજ્ય પેટ્રોલિયમ કોર્પોરેશન દ્વારા કેજી બેસિન દ્વારા હાથ ધરવામાં આવેલી સંશોધનની પ્રવૃત્તિઓથી સરકારે રૂ. 20,000 કરોડનું નુકસાન કર્યું હતું અને આટલું જંગી નુકસાન છતાં પણ ગુજરાત પોતે કૃડ ઓઈલનું ઉત્પાદન કરી શકી નથી. જીઓ-ગ્લોબલ રિસોર્સિસ (અગાઉ સોશ્યલ મીડિયા અને પ્રકાશન કંપની જે સ્યુટ101.કોમ તરીકે ઓળખાય છે) બાર્બાડોસમાં નોંધાયેલી ખાનગી કંપની હતી અને જ્યારે કોઈ પારદર્શક બિડિંગ વિના ખાનગી શોધકર્તા ભાગીદાર તરીકે લેવામાં આવી ત્યારે તેને જીએસપીસીમાં 10 ટકા ભાગીદીરીની ઓફર પણ કરવામાં આવી હતી.

જીઓ-ગ્લોબલ રિસોર્સિસ પાસે કોઈ પણ અગાઉના અનુભવ કે પ્રમાણપત્રો વિના અને તેનો ટ્રેક ર્કોર્ડ તપાસ્યા વગર જ તેલના કુવાની કામગારી આપી દેવામાં આવી હતી. જ્યારે ભારતની જ વિશ્વમાં જાણીતી ઓએનજીસી કંપની પાસે તમામ પ્રકારનો અનુભવ અને લાયકાત હોવા છતાં તેને બાજુ પર મબકી દીધી હતી. કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો છે કે જીઓ-ગ્લોબલ રિસોર્સિસ એ એક છેતરપિંડી કરતી કંપની છે, જે ગુજરાતની મોદી સરકાર તેની પાસે કરોડો ડોલરના તેલના કુવા બનાવવા અને તેલનું સંશોધન કરવા માટેનું કામ સોંપી દેવામાં આવ્યું હતું. બધું જ ઢાંકી રાખીને જ ગુપ્ત રીતે કામ સોંપાયું હતું. તેની પ્રક્રિયા કે સિધાંતો પણ જાળવવામાં આવ્યા ન હતા. જીએસપીસીએ જીઓ ગ્લોબલ રિસોર્સિસ વતી રૂ.1,734.60 કરોડનું રોકાણ કર્યું છે. હવે જીએસપીસીને ઓએનજીસીમાં મર્જ કરી દેવા માટે ઓએનજીસીનો ભોગ લેવાઈ રહ્યો છે. સંજોગવશાત, કેન્દ્ર સરકારની ભાજપ સરકારે તાજેતરમાં જ ઓએનજીસીના ડાયરેક્ટરની નિમણૂક કરી છે. આ અગાઉ ગુજરતાના એક પ્રભાવી નેતા ભાજપના ખજાનચી પરીન્દુ ભગતની પણ ઓએનજીસીમાં નિમણૂક કરી છે. જ્યારે જીએસપીસીમાં તે સમયે ચેરમેન પાંડીયન હતા.

જીઓ ગ્લોબલ રિસોર્સિસ ઈન્ડિયાનો ભૂતકાળ તપાસીને અમે વિગતો શોધી છે. જીઓ ગ્લોબલ રિસોર્સિસ (ઇન્ડિયા) તેની મૂળ કંપની જીઓ ગ્લોબલ રિસોર્સિસ ઇન્ક સાથે બાર્બાડોસમાં નોંધાયેલી છે, જે કેનેડાના કેલગરીમાં મુખ્ય મથક ધરાવે છે. જીઓ ગ્લોબલ રિસોર્સિસ ઇન્ક, યુએસની એક નાણાકીય જૂથ કી કેપિટલ કોર્પની પેટાકંપની છે. કી કોર્પ અને માઇક્રોચિપ ઇન્ક, યુએસએ(USA)ની માલિકી જે ભારતમાં ઉપયોગમાં લેવાતા ઇવીએમ માટે માઇક્રોચીપ્સનું ઉત્પાદન કરે છે.
ઇવીએમના માઇક્રો-કન્ટ્રોલર ઉત્પાદકોમાંથી એક માઇક્રોચિપ ઇન્ક, યુએસએ છે. મૂળ હરિયાણાના એનઆઈઆર સ્તેવ સંઘીના વડપણ હેઠળ તે કંપની ચાલે છે. એક જ કંપનીના પ્રમુખ અને મુખ્ય સંચાલક અધિકારી ગણેશ મૂર્તિ છે. તે પણ ભારતીય છે. માત્ર માઇક્રોચિપ ઇન્ક કંપની જ ભારતના ઈવીએમમાં ઉપયોગમાં લેવાતી માઇક્રોચિપ પૂરી પાડે છે. પણ તેના સોફ્ટવેર પ્રોગ્રામની માઇક્રોચિપના કોઈ પણ પ્રોગ્રામ ચૂંટણી પંચ કે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ અને ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ડીકોડ કરી શકતા નથી.

બંને કંપનીઓના માલિકો એક જ છે. આ ખૂબ જ ખતરનાક છે. તેનો સીધો મતલબ કે કયા પક્ષને જીતાડવા અને કયાને હરાવવાતે આ વિદેશી કંપની નક્કી કરી શકે છે. જીઓ ગ્લોબલ રિસોર્સિસમાં કી કેપિટલ ગ્રુપ તેના વડી સંસ્થા તરીકે છે. કી કેપિટલ કોર્પની સંસ્થાકીય માલિકી અને કી ફાઇનાન્સ 'ધ માઇક્રોચિપ ઇન્ક'ની માલિકી સાથે જોડાયેલી છે, જેનું સંચાલન બે બિનનિવાસી ભારતીયો દ્વારા થાય છે. આથી, જીએસપીસી કૌભાંડના લાભાર્થી EVM ચિપ મેન્યુફેક્ચરિંગ કંપનીના માલિકો છે. ભારત અને ગુજરાતની ચૂંટણી માટે આ ખતરનાક બાબત બની શકે છે. ચૂંટણી થાય તો પણ સત્તા પર કોને બેસાડવા તે ચીપ નક્કી કરી શકે છે. જેનો સીધો ફાયદો ભાજપને થઈ શકે છે.

EVM મશીનના બે ભાગ છે જેમાં કંટ્રોલ યુનિટ અને બેલેટ એમ બે ભાગ છે. કંટ્રોલ યુનિટ કોમ્પ્યુટર છે જે તેની CPU માઇક્રોચિપ કંટ્રોલર (MCU)ની અંદર હોય છે અને બેલોટ યુનિટ કી બોર્ડ છે. એમસીયુ ઇવીએમનું મગજ છે. જયારે એમસીયુ દ્વારા રાઈટ કરવામાં આવે ત્યારે તેનાં તમામ કાર્યો નક્કી કરે છે તેને મશીન કોડ કહેવાય છે. સુરક્ષાનું કારણ આપીને ઈવીએમ સોર્સ કોડને ક્યારેય વાંચી શકાતો નથી. તેની નકલ કરી શકાતી નથી. તેને સુધારી શકાતો નથી.

ચૂંટણી પંચે (EC) કેટલાક બીઇએલ(BEL) અને ઇસીઆઈએલ(ECIL)ના વૈજ્ઞાનિકોની મદદથી તેનો સોફ્ટવેર પ્રોગ્રામ વિકસાવ્યો છે. જેમાં તેનો કોડ બ્રેક કરી શકાતો નથી. ઇવીએમનો સ્રોત કોડ 'ગુપ્ત રહસ્ય' છે. તે એટલો ગુપ્ત છે કે ચૂંટણી પંચ પાસે પણ તે કોડ નથી. આ કોડનું મહત્વ સ્વયંસ્પષ્ટ છે પરંતુ જો વૈજ્ઞાનિકો અને બીઇએલ અને ઇસીઆઈએલના કર્મચારીઓએ ક્યારેય સુરક્ષા પ્રોટોકોલનો ભંગ કર્યો હોય, તો ઇવીએમ સાથે ચેડા થઈ શકે છે. ચાલો ધારો કે અબજો રૂપિયાની લાંચ આ વૈજ્ઞાનિકોને ખરીદી શકતા નથી પણ એમ માની ન શકાય કે કોડ અંગે કોઈએ સમાધાન કરી લીધું નથી. જો ગુજરાતમાં ધારાસભ્યો 14 કરોડ રૂપિયામાં ખરીદી શકાતા હોય તો કોડ કેમ ન મેળવી શકાય?

ચૂંટણી પંચે જાપાનની રેનેસાસ અને અમેરીકાની માઈક્રો ચિપ ઈન્કના વિદેશી વિતરકો એ એમસીયુ અથવા માઈક્રોચીપ મેળવવા માટેની ખરીદી કરી હતી. તેમની પાસેથી ખરીદી એટલા માટે કરવામાં આવી હતી કે, ચીપ અને એમસીયુનું ઉત્પાદન કરવા કે તે અંગે ટેકનોલોજી ભાજતમાં કોઈ કંપની ધરાવતી નથી. તેનો ઘણો ગંભીર અર્થ એ નિકળે છે કે, વિદેશીઓ પાસેથી ચીપ પર લખવાનો કોડ આઉટસોર્સથી મેળવવામાં આવ્યો હતો.

ચૂંટણી પંચે જે વિગતો જાહેર કરી છે તે ગેરમાર્ગે દોરતી અને ખોટી ખાતરી આપતી માહિતી આપી છે. બે આંકમાં લખાતા કોમ્પ્યુચરની ભાષાનો પ્રોગ્રામ કોડ ઉકેલી શકાય, વાંચી શકાય છે અને છીનવી પણ શકાય છે. ચોક્કસ રાજકીય પક્ષના હિતો માટે વિદેશમાં ઉત્પાદન કરતી આ કંપનીઓ પ્રોગ્રામમાં ફેરફાર કરી શકે છે. પરંતુ ભારતનું ચૂંટણી પંચ તેનો પોતાનો મુળ પ્રોગ્રામ ખરેખર સાચો છે કે બદલી કાઢવામાં આવ્યો છે તે પોતે તપાસી શકતું નથી.

સાંઘી અને મૂર્તિ જેના ટોચના હોદ્દા પર છે તે ગુજરાતના ગેસ-ઓઈલ કૌભાંડ અને માઇક્રોચીપ્સનું ઉત્પાદન કરતી કંપનીઓનાં લાભાર્થીઓ વચ્ચેની માલિકો એક જ છે. તો શું GSPCના કૌભાંડોના અબજો રૂપિયા EVMની ચીપ બનાવતી કંપનીને આપીને ચૂંટણીમાં જીત મેળવવામાં આવી રહી છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp