મા વાત્સલ્ય યોજના: આવક મર્યાદા રૂ.1.50 લાખને બદલે રૂ.2.50 લાખ કરાઈ

PC: Google Play.com

ગુજરાત સરકારે મા વાત્સલ્ય યોજનાના આવક મર્યાદા વધારવાનો નિર્ણય કર્યો છે. જેમાં 7 પ્રકારની ગંભીર બિમારીઓમાં 628 પ્રકારની સારવારમાં રૂ.2 લાખ સુધીની કેશલેશ સહાય કરવામાં આવશે. જ્યારે  99 ખાનગી, 21 સરકારી હોસ્પિટલ, 42 સ્ટેન્ડઅલોન ડાયાલીસીસ સેન્ટરો મળી 162 હોસ્પિટલોમાં સુવિધા ઉપલબ્ધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

મા વાત્સલ્ય યોજના અંતર્ગત યોજનાની શરૂઆતથી અત્યાર સુધીમાં મા અને મા વાત્સલ્ય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 50 લાખ પરિવારોના 7,56,526 દાવાઓ મંજુર કરી રૂ. 1037 કરોડની સહાય. નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે જણાવ્‍યુ છે કે, ગરીબ અને મધ્યમ પરિવારોના નાગરીકોને ગંભીર બિમારીઓમાં મોંધી સારવાર સસ્તી મળે તે માટે રાજ્ય સરકારે મા વાત્સલ્ય યોજના અમલી બનાવી છે.

આ યોજનાનો લાભ 35 લાખ બીપીએલ પરિવારોને પુરો પાડવામાં આવી રહ્યો છે.

અંદાજે રાજ્યના 4 કરોડથી વધુ નાગરીકોને લાભ મળશે. હ્રદય, કિડની, કેન્સર, સર્ગભા મહિલાઓ, નવજાત શીશુઓના ગંભીર રોગો, અકસ્માતમાં ગંભીર ઈજાઓ, બર્ન્સ, મગજના રોગોની સારવારમાં રૂ.2 લાખ સુધીની કેશલેશ સારવાર પુરી પાડવામાં આવે છે.

રાજ્યમાં 21 સરકારી 99 ખાનગી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો, 42 સ્ટેન્ડએલોન ડાયાલિસિસ સેન્ટરો મળી કુલ 162 હોસ્પિટલોમાં આ સુવિધાઓ ઉપલબ્ધ છે. 42 ડાયાલીસીસ સેન્ટરો ઉભા કરવામાં આવનાર છે.

50 લાખ પરિવારોના 7,56,526 દાવાઓ મંજુર કરાયા છે અને આ દાવાઓ હેઠળ રૂ.1037.13 કરોડની સહાય રાજ્ય સરકાર દ્વારા પુરી પાડવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp