મેન્યુફેક્ચરીંગ ઇન્ડેક્ષમાં જાપાન પ્રથમ ક્રમે, જાણો ઈન્ડિયાનો ક્રમ

PC: gprgroup.in

ઇન્ડિયા વિશ્વના દેશો સાથે કદમ મિલાવી રહ્યું છે ત્યારે ગ્લોબલ મેન્યુફેક્ચરીંગ ઇન્ડેક્ષમાં તેનો ક્રમ ઉપર આવતો જાય છે. બ્રિક્સ દેશોની યાદીમાં ઇન્ડિયા એ ચીન પછીનો ક્રમ મેળવ્યો છે. આ ઇન્ડેક્ષમાં ચીનનો ક્રમ 5મો છે અને ઇન્ડિયાનો 30મો છે.

વર્લ્ડ ઇકોનોમિ ફોરમના સર્વે પ્રમાણે જાપાન ટોચક્રમે આવે છે. જેનેલા બેસ્ડ વર્લ્ડ ઇકોનોમિક ફોરમની રિડીનેસ ફોર ધ ફ્યુચર ઓફ પ્રોડક્શન રિપોર્ટમાં આ બાબત સામે આવી છે. રિપોર્ટમાં ઇન્ડિયાનો રેન્ક બ્રિક્સ દેશોમાં બીજા નંબર પર છે. રશિયાને 35મું સ્થાન મળ્યું છે, બ્રાઝીલને 41મું અને સાઉથ આફ્રિકાને 45મું સ્થાન મળ્યું છે.

જાપાન પછી ટોપ ટેનમાં સાઉથ કોરિયા, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ચીન, ચેજ રિપબ્લિક, યુએસ, સ્વીડન, ઓસ્ટ્રિયા અને આયરલેન્ડના નામ આવે છે. ફોરમ અનુસાર ભારત વિશ્વનો ચોથો મોટો મેન્યુફેક્ચર્સ દેશ છે. 2016માં ભારત તરફથી 42000 કરોડ ડોલર વેલ્યુ એડ કરવામાં આવ્યું હતું. ભારતમાં મેન્યુફેક્ચરીંગ પ્રોડક્ટ્સની ડિમાન્ડ સતત વધી રહી છે.

ભારતને લીગૈસી કેટેગરીમાં શામિલ કરવામાં આવ્યું છે જેમાં ભારતની સાથે હંગરી, મેક્સિકો, ફિલિપિન્સ, રશિયા, થાઇલેન્ડ અને તુર્કી પણ સામેલ છે. જ્યારે ચીનને લિડીંગ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા ચોથી કેટેગરી નૈસેન્ટમાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp