સોલા પોલીસ સ્ટેશન પહોંચવા VHPના આદેશ, પોલીસે કર્યો અટકાયતનો ઈન્કાર

PC: khabarchhe.com

વિશ્વ હિન્દુ પરિષદના ફાયર બ્રાન્ડ નેતા ડો. પ્રવીણ તોગડીયાને ગુજરાત અને રાજસ્થાન પોલીસે પકડીને અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવતાં VHPએ આદેશ આપ્યા છે કે તમામ લોકો સોલા પોલીસ સ્ટેશન આવી પહોંચે.

સોશિયલ મીડિયામાં પણ આવા સંદેશ વાયરલ થતાં બધા સોલા પોલીસ સ્ટેશનમાં ખબર અંતર પૂછતાં લોકો પહોંચી રહ્યાં છે.

ડો. તોગડીયાને સોલા પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા છે એવા સમાચાર લોકો સુધી પહોંચતા ટોળા એકઠા થવા લાગ્યા છે. બપોરે 3.15 કલાકે મિડિયા અને લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા છે.

સોલા પોલીસ અને રાજસ્થાન પોલીસે ડો. તોગડીયાની અટકાયત કે ધરપક કરી હોવાનો ઈન્કાર કર્યો છે પણ સોલા પોલીસ સ્ટેશનની બહાર ધીમે-ધીમે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોનો જમાવડો જામી રહ્યો છે અને ભાજપ સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.