સુરત: PM મોદીના હેલિકોપ્ટરને લેન્ડ કરવા મુસ્લિમ ખેડુતે આપી પોતાનાં ખેતરની જમીન

PC: Khabarchhe.com

27મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતનાં મોટા વરાછા નજીક આવેલા અબ્રામા રોડ પર જાહેરસભાને સંબોધન કરવા આવી રહ્યા છે. જાહેરસભાના સ્થળની પસંદગી કરી દેવામાં આવી છે. પરંતુ પીએમ મોદીના હેલિકોપ્ટરને જાહેરસભાનાં સ્થળ નજીક લેન્ડ કરવા માટે સુરતનું તમામ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.

મોટા વરાછાના મુસ્લિમ ખેડુતે પીએમ મોદીના હેલિકોપ્ટરને પોતાના ખેતરમાં લેન્ડ કરવા માટે સુરતના વહીવટી તંત્રને હામી ભર્યા બાદ વહીવટી તંત્રનાં સૂત્રોમાંથી આ વાત બહાર આવતા અધિકારીઓ અને તમામ જાણકારો મુસ્લિમ ખેડુતની વાતની સરાહના કરી રહ્યા છે.

વિગતો મુજબ અબ્રામા રોડ પર મુસ્લિમ સમાજના ખેડુતનું ખેતર આવેલું છે. સુરતના કલેક્ટર સહિત રાજ્ય સરકાર તથા પીએમ મોદીના સુરક્ષા અધિકારીઓ તથા ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓએ મોહંમદ સલીમ અબુબકર વોરાજીના ખેતર ઉપર પીએમ મોદીના હેલિકોપ્ટરને લેન્ડ કરવા માટે પસંદગી ઉતારી. અધિકારીઓ મુસ્લિમ ખેડુતના પુત્ર મોહંમદ સાજીદ વોરાજી કે જે મોટાવરાછાના મુસ્લિમ સમાજના અગ્રણી અને સદી જૂની મેહફીલ-એ-ઇસ્લામ સંસ્થાના પ્રમુખ પણ છે, પાસે પહોંચ્યા અને ખેતરને પીએમ મોદીના હેલિકોપ્ટરના ઉતરાણ માટે હેલિપેડ તરીકે ઉપયોગ કરવા સંમતિ માંગી.

વિગતો મુજબ મુસ્લિમ ખેડુતનું ખેતર મેઈન રોડ પર અને જાહેરસભા સ્થળ સુધી પહોંચવા માટે અનુકૂળ બન્યું હોવાથી અગ્રણી મોહંમદ સાજીદ વોરાજીએ તેમના પિતા મોહંમદ સલીમ અબુબકર વોરાજી અને સમાજના આગેવાનો સાથે ચર્ચા કરીને ખેતરને પીએમ મોદીના હેલિપેડ માટે નિઃશુલ્ક આપવાનું નક્કી કર્યું.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ મુસ્લિમ ખેડુત માટે દેશના વડાપ્રધાનનું હેલિકોપ્ટર પોતાના ખેતરમાં ઉતરાણ કરી રહ્યું હોવાની વાત મોટી હતી અને તે પ્રમાણે તેમણે દેશના વડાપ્રધાનના ગરીમાંને મહત્વ આપ્યું. દેશના વડાપ્રધાનનું હેલિકોપ્ટર પોતાના ખેતરની જમીનમાં ઉતરી રહ્યું હોવાને લઈ આ ખેડુતની દેશ પ્રત્યે નિષ્ઠા ઉજાગર થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp