તમામ સમાજનો સમાવેશ થાય એવા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છેઃ ગોપાલ ઇટાલિયા

PC: khabarchhe.com

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા એક અતિ મહત્વપૂર્ણ ઘોષણા કરતાં જણાવ્યું કે ગુજરાતની રાજનીતિમાં પહેલી વાર થઈ રહ્યું છે કે,કોઈ પાર્ટી ચૂંટણીના ત્રણ-ચાર મહિના પહેલા પોતાના ઉમેદવાર ઘોષિત કરી રહી છે. તો આજનો દિવસ ગુજરાત માટે એક ઐતિહાસિક  દિવસ છે. ગુજરાતની જનતા જે મજબૂત અને ઈમાનદાર વિકલ્પની રાહ જોઈ રહી હતી એ વિકલ્પ આ વિધાનસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી ના સ્વરૂપમાં મળ્યો છે. ગુજરાતના લોકોની અંદર ખુબ ઉત્સાહ છે આમ આદમી પાર્ટી ને જીતાડવા માટે.

પવિત્ર શ્રાવણ માસમાં પવિત્ર નાગપંચમી નિમિતે  આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઇ રહી છે. તમામ સમાજનો સમાવેશ થાય એવા ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે. જે રીતે ગુજરાતમાં વર્ષોથી ભાજપ અને કોંગ્રેસની તાનાશાહી અને મીલીભગત વાળી સરકાર અને ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એની સામે કટ્ટરતાથી, ઈમાનદારીથી અને દેશપ્રેમ થી આમ આદમી પાર્ટી લડવા તૈયાર છે. છેલ્લા કેટલાક દિવસોમાં તમે જોયું કે આમ આદમી પાર્ટી સંગઠનની 3 લિસ્ટ જાહેર કરીને સંગઠનને ખુબ વિશાળ અને મજબૂત બનાવવામાં આવ્યું. ઘર સુધી એક એક વ્યક્તિ સુધી આમ આદમી પાર્ટીના વિચારો અને આમ આદમી પાર્ટીનું કામ પહોંચે તે માટે વિશાળ સંગઠનનું નિર્માણ કરવામાં આવ્યું. જે ઉમેદવારોની પહેલી યાદીમાં સ્થાન  મળ્યું છે એમને હું શુભેચ્છાઓ પાઠવું છું.

આમ આદમી પાર્ટીના  રાષ્ટ્રીય સંયોજક તથા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જી ના નેતૃત્વમાં તથા  રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રભારી ડો. સંદીપ પાઠક જી ના સહયોગ થી અન ચૂંટણી પ્રભારી ગુલાબ સિંહ યાદવ તથા  આમ આદમી પાર્ટીના  નેશનલ   જોઈન્ટ  જનરલ  સેક્રેટરી  ઇસુદાન ગઢવી તથા પાર્ટીના સૌ સાથીઓના સહકારથી પહેલી યાદી બનાવવામાં આવી છે.

મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ જનરલ  સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અમે  અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં 10 મજબૂત ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તે તમામ ઉમેદવારોને અને સમગ્ર પક્ષ વતી મારી શુભેચ્છાઓ. આમ આદમી પાર્ટીની બીજી યાદી પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જે કામ અરવિંદ કેજરીવાલજીએ પહેલા દિલ્હીમાં અને પછી પંજાબમાં કર્યું છે અને હવે ગુજરાતની જનતાએ પણ અરવિંદ કેજરીવાલ જીના આ મોડેલને સ્વીકારવાનું નક્કી કર્યું છે, જે જનહિતની રાજનીતિનું મોડેલ છે, તો આવનારા સમયમાં અન્ય વધુ ઉમેદવારોના નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જેથી કરીને ગુજરાતની જનતાને પણ તેમના ઉમેદવાર વિશે જાણવાની તક મળે અને આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ આમ આદમી પાર્ટીનો વિચાર ગુજરાતના દરેક નાગરિક સુધી પહોંચાડી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp