ગુજરાતની ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર પડઘમ શાંત, આ નેતાઓ ઉતર્યા હતા મેદાનમાં

PC: newsreach.in

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને લઈને પ્રચાર પડધમ શાંત થઈ ગયા છે. ચૂંટણીને લઈને પ્રચાર પ્રસાર વિવિધ પાર્ટીઓ દ્વારા 89 બેઠકો માટે આજે સાંજ સુધીમાં પૂર્ણ થયો છે. સાંજે 5 વાગ્યા સુધી પ્રચાર, રેલીઓ અને સભાઓ પાર્ટીઓ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે યોજાશે જ્યારે બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ થશે. ચૂંટણીના પ્રથમ તબક્કાનો પ્રચાર શાંત પડ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કાના મતદાનના પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો. અંતિમ દિવસે રાજકીય પક્ષો-ઉમેદવારો મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કર્યા છે. પ્રચારના અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોએ વિવિધ સ્થળોએ રેલીઓ અને સભાઓ કરી હતી. આજે સાંજે 5 વાગે પ્રચારનો ધમધમાટ સમ્યો છે. હવે ડોર ટુ ડોર પ્રચાર થશે. બીજી તરફ બીજા તબક્કાની સભાઓમાં નેતાઓ દ્વારા પ્રચારનો ધમધમાટ શરુ થશે.

આજે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનનો સુરેન્દ્રનગર-બોટાદમાં રોડ શો યોજાયો હતો. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાવનગરમાં રોડ શો કર્યો હતો, જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ માંડવી અને ગાંધીધામમાં પ્રચાર કર્યો હતો. અભિનેતા પરેશ રાવલે સાવરકુંડલામાં પ્રચાર કર્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે 3 જિલ્લામાં 4 જાહેરસભાઓને સંબોધી હતી. આ ઉપરાંત બીજા તબક્કાના મતદાન માટે પણ અમિત શાહ, પુરષોત્તમ રુપાલા, સ્મૃતિ ઈરાની તેમજ હિતુ કનોડિયા અમદાવાદમાં આજે જાહેર સભાને સાંજે અને રાત્રે સંબોધશે. અમદાવાદમાં ગોવાના સીએમ પણ ઉમેદવારો સાથે ડોર ટુ ડોર પ્રચાર માટે મણિનિગર સહિતના વિસ્તારમાં જોડાયા હતા.

ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. જેનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે અને ચૂંટણી પરિણામ 8 ડિસેમ્બરે આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરેક પક્ષો માટે કેટલી મહત્ત્વની છે એનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે, દરેક પક્ષોએ પોતાના સ્ટાર પ્રચારકોને પ્રચાર કરવા માટે ગુજરાતમાં ઉતાર્યા હતા. એટલું જ નહીં, દરેક પક્ષોના સ્ટાર પ્રચારકોએ ગુજરાતમાં વિવિધ સ્થળોએ તાબડતોડ રેલીઓ અને સભાઓને સંબોધિત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp