નરેશ પટેલનો પોલિટિક્સમાં ન જોડાવાનો નિર્ણય, જણાવ્યો ભવિષ્યનો પ્લાન

PC: khabarchhe.com

જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, તે નિર્ણય ફાઇનલી લેવાઈ ગયો છે અને નરેશ પટેલે પોલિટિક્સમાં જોડાવાની હાલમાં તો ના પાડી દીધી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટ કરી દીધું હતું કે, તેઓ હાલમાં પોલિટિક્સમાં નહીં જોડાય. આ સિવાય તેમણે ભવિષ્યના આયોજન વિશે પણ વાત કરી હતી.

નરેશ પટેલે કહ્યું હતું કે, રાજકારણમાં પ્રવેશવાની વાત છે તો કોરોના કાળ દરમિયાન મારી પાસે ખૂબ સમય હતો. તે સમય દરમિયાન મેં સરદાર સાહેબ અને અન્ય સ્વતંત્ર સેનાનીઓનેને મેં ખૂબ વાંચ્યા તેમને જાણ્યા. ત્યારે મને થયુ હતું કે રાજકારણમાં રહીને પણ ઘણુ બધુ કરી શકાય છે. આ મારો વ્યક્તિગત વિચાર હતો. જ્યારે મેં આ વિચાર પાટીદાર સમાજ વચ્ચે મુક્યો ત્યારે લોકોની લાગણી એવી હતી કે સમાજને પણ આપણે પૂછવુ જોઈએ. રિપોર્ટ એવો છે કે વડીલો ખૂબ ચિંતા કરે છે, અને યુવાનો તેમજ બહેનો એવુ ઈચ્છે છે કે હું રાજકારણમાં જોડાવું. યુવાનો અને બહેનોને એ જણાવતા આનંદ થાય છે કે, ખોડલધામ ટ્રસ્ટ GPSC જેવી કોમ્પિટિટિવ એક્ઝામની જેમ તાલીમ આપે છે તેમ આજથી ખોડલધામ પોલિટિકલ એકેડમીની શરૂઆત કરીએ છીએ અને તેમા દરેક સમાજના યુવાનોને અમે આવકાર આપીએ છીએ.

જો હું કોઈ પાર્ટીમાં જોડાઉં તો કોઈ એક પાર્ટી પૂરતો સીમિત થઈ જાઉં, દરેક સમાજ માટે કામ ના કરી શકું. એવામાં વડીલોની જે ચિંતા હતી તે મને યોગ્ય લાગી. ઘણા બધા પ્રકલ્પો જેવા કે, શિક્ષણ, આરોગ્ય અને ખેતી જે દરેક સમાજને સ્પર્શવાના છે, ત્યારે આ પ્રકલ્પોને વેગ આપુ અને ગુજરાતની જનતાને લાભ મળે તેવા પ્રયત્નો મારી આગેવાની હેઠળ ખોડલધામ ચાલુ કરે એવી ઈચ્છા છે. આ કારણે રાજકારણમાં મારા પ્રવેશના વિચારને હું હાલ પૂરતો મોકૂફ રાખુ છું. દરેક રાજકીય પક્ષ અને તેમના નેતાઓએ મને જે આવકાર આપ્યો છે અને મારી સાથે આ બાબતે ચર્ચા કરી છે તે બદલ હું તેમનો આભાર માનુ છું.

સમય અને સંજોગ ભવિષ્યમાં શું કરાવે તે કહી ના શકાય. આ પોલિટિકલ પ્રેશર નથી. 2022ની ચૂંટણીમાં નરેશ પટેલનો શું રોલ હશે કારણ કે, દરેક ચૂંટણીમાં નરેશ પટેલનું ડાયરેક્ટ નહીં પણ ઈનડાયરેક્ટ ઈન્ટરફિયરન્સ હોય જ છે. આ પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, એને ઈન્ટરફિયરન્સ ના કહી શકાય તેને સિસ્ટમની અંદર કામ કરવું કહી શકાય. ચૂંટણી દરમિયાન જો પાટીદાર કે કોઈપણ અન્ય સમાજની વ્યક્તિ મારી મદદ માગવા આવશે તો હું તેમનો હાથ પકડીને તેમને આગળ કરીશ.

કોઈપણ પક્ષને સપોર્ટ કરવો એ મારો એજેન્ડા નથી. યુવાનોમાં 80 ટકા યુવોનો એવુ કહે છે કે તમે રાજકારણમાં જાઓ, મહિલાઓની વાત કરું તો 50 ટકા મહિલાઓ એવુ કહે છે કે તમે રાજકારણમાં જાઓ. જ્યારે 100 ટકા વડીલો મને રાજકારણમાં જોડાવાની ના પાડી રહ્યા છે.

તમને CM પદના દાવેદાર બનાવવામાં આવે તો જ તમે રાજકારણમાં જશો એવી ચર્ચાઓ હતી તો તે અંગે આપનું શું કહેવુ છે તે અંગે નરેશ પટેલે જણાવ્યું હતું કે, દરેક પાર્ટી મોટી પાર્ટી છે અને એ લોકો કંડિશન સ્વીકારે કે ના સ્વીકારે એ તેમનો મામલો છે અને મારી માગણીની વાત છે તે મેં ક્યારેય કોઈ પાર્ટી પાસે કોઈ માગણી નથી કરી. પોતાના પુત્રના રાજકારણમાં જોડાવા અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હું મારા પુત્ર શિવરાજને પણ રાજકારણમાં જવાની ના પાડીશ. પછી સમય-સંજોગો જો એવા હશે તો અંગે કહી ના શકું, પરંતુ હું પોતે તેને રાજકારણમાં જવાની ના પાડીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp