ગુજરાતમાં કોંગ્રેસના 7 ધારાસભ્યો પાર્ટી છોડી શકે છે

PC: aajtak.in

ગુજરાત કોંગ્રેસના સાત ધારાસભ્યોએ દ્રૌપદી મુર્મૂના પક્ષમાં મતદાન કર્યું હતું. જો કે, કોંગ્રેસ હજી સુધી એ ધારાસભ્યોને શોધવામાં નિષ્ફળ રહી છે, જેમણે પાર્ટીની લાઈનની બહાર જઈને NDA ઉમેદવારને મત આપ્યા. આ એવા સમયે થયું છે જ્યારે વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પાર્ટીને ડર છે કે આ ધારાસભ્યો આજે નહીં તો કાલે BJPમાં સામેલ થઈ શકે છે. ક્રોસ વોટિંગે કોંગ્રેસની ચિંતા તો વધારી છે, પરંતુ તે દાવાને પણ નબળો કરી દીધો છે જેમાં પાર્ટીએ કહ્યું હતું કે, અમે BJPને સખત ટક્કર આપીશું.

BJPમાં જઈ શકે છે ક્રોસ મતદાન કરનારા

પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું છે કે, ક્રોસ મતદાન કરનારા ધારાસભ્યો સામે કોઈ શિસ્તબદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવશે, કારણ કે પાર્ટી હજુ સુધી તેમની ઓળખ કરી શકી નથી. તેમણે કહ્યું, હાલમાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી રહી. સ્પષ્ટ છે કે જે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું છે, તેઓ આજે નહીં તો કાલે ભાજપ પ્રત્યે પોતાની વફાદારી બતાવશે. તેમણે એક દિવસ પહેલા કહ્યું હતું કે, ક્રોસ વોટિંગ કરનારા ધારાસભ્યો સામે સખ્ત કાર્યવાહી કરીને તેમને પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવશે. હવે તેમના સુર બદલાઈ ગયા છે.

તેમણે કહ્યું કે, ક્રોસ વોટિંગ કરનારા સાત ધારાસભ્યોને ઓળખ કરવાની કવાયત તમામ ધારાસભ્યોની વફાદારી પર શંકા કરવા જેવું હશે. તેમણે કહ્યું ‘રાજ્યસભાની ચૂંટણીમાં, ધારાસભ્યોએ મતપેટીમાં પોતાનો મત નાખતા પહેલા નિરીક્ષકને બતાવવાનો હોય છે. રાષ્ટ્રપતિની ચૂંટણીના મામલામાં, ગુપ્ત મતદાન થાય છે.’

 

યશવંત સિન્હાને સાત વોટ ઓછા મળ્યા

ગુરુવારે જ્યારે મતોની ગણતરી કરવામાં આવી, તો કોંગ્રેસના 63 ધારાસભ્યો અને એકમાત્ર અપક્ષના ધારાસભ્યનું સમર્થન હોવા છતાં 57 ધારાસભ્યોએ વિપક્ષ સમર્થિત ઉમેદવાર યશવંત સિન્હાના પક્ષમાં મતદાન કર્યું હતું. જ્યારે NDAની ઉમેદવાર દ્રૌપદી દ્રૌપદી મુર્મુને 121 મત મળ્યા. જો કે, વિધાનસભામાં BJPની પાસે 111 ધારાસભ્યો છે. તેનો મતલબ એ થયો કે, દ્રૌપદી મુર્મુને 10 બીજા વોટ મળ્યા, જ્યારે યશવંત સિન્હાને આશા કરતા સાત વોટ ઓછા મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp