
સુરત ખાતે નિઝર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા આપમાં જોડાઈ ગયા છે. તેઓ ભૂતકાળમાં 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. થોડા સમય પહેલા પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા અને હવે ભારતીય જનતા પાર્ટી છોડીને ત્રીજી પાર્ટી તરીકે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મહત્વનું છે કે આમ આદમી પાર્ટીમાં જોડાનાર પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવાના પિતા ગોવિંદભાઈ વસાવા પણ કોંગ્રેસ ચીમનભાઈ પટેલની સરકારમાં વનમંત્રી હતા અને ભૂતકાળમાં 15 વર્ષથી ધારાસભ્ય હતા. જ્યારે આજે આપમાં જોડાનાર પરેશ વસાવા ભાજપમાં ગુજરાત સરકાર આદિજાતિ વિભાગના ડિરેક્ટર પદે હતા.
આપમાં જોડાયા બાદ પરેશ વસાવાએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં જોડાવાનું કારણ એક જ છે કે છેલ્લા 6-7 વર્ષથી મેં જોયું તમામ મંત્રીઓને મે લેટરો લખ્યા. પાર્ટીના પ્રમુખ, મહામંત્રીઓને પણ લેટર લખ્યા હતા ભાજપમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે. ભ્રષ્ટાચાર નાના ગામડાથી લઈને સીધો ગાંધીનગર સુધી થવા લાગ્યો હતો. હું આદિવાસી વિસ્તારમાંથી આવું છે, ત્યાં કરોડોના ભ્રષ્ટાચાર થયા, આદિજાતી મંત્રીને પણ આ અંગે મેં વાકેફ કર્યા હતા કે આપણા સમાજને જે પૈસા મળવા જોઈએ, એ નાણાનો વેડફાટ થાય છે, તેની જગ્યાએ કંઇ કરો. આપણા સમાજને પૈસા મળે એવું કંઈ વિચારો, તો એમણે મને કહ્યું પરેશભાઈ તમે નાની નાની બાબતમાં ધ્યાન ના આપો. ભાજપના દરેક આગેવાનો જે મારા તાપી જિલ્લામાં છે એમના વિસ્તારમાં જઈને તમે તપાસ કરો કે કોનો વિકાસ થયો છે. આમ જનતાનો વિકાસ થયો નથી. ભાજપના આગેવાનનો જ વિકાસ થયો છે.
પરેશ વસાવા 1998, 2002 અને 2007મા કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી જીતી ચૂક્યા છે. પરંતુ 2012મા તેમની ભાજપના ઉમેદવાર સામે હાર થઈ હતી.
આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની હાજરીમાં પૂર્વ ધારાસભ્ય પરેશ વસાવા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. મહત્વનું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પક્ષ પલટાની મૌસમ ખીલી છે જેમાં કોંગ્રેસમાંથી ભાજપ અને આપમાં જવાનું ચાલું છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને કાંટે કી ટક્કર આમ આદમી પાર્ટી આપે તેવી ચર્ચા ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp