ટુકડે-ટુકડે ગેંગ અને ભારતને તોડવાવાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છેઃ જેપી નડ્ડા

PC: facebook.com/JagatPrakashNadda

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરવા આવેલા ભાજપ પ્રમુખ જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. ગઢડામા રિવરફ્રન્ટ ખાતે બુધવારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ સભા કરી હતી. તેઓએ જણાવ્યુ કે, ટુકડે ટુકડે ગેંગ અને ભારતને તોડવા વાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. ઉપસ્થિત લોકોને સંબોધન કરતા તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરી ભાજપને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું.

તેઓએ જણાવ્યું હતુ કે દેશ અને દુનિયામાં ભારત દેશને ગૌરવભેર ઉભુ રાખવા માટે પ્રતિબદ્ધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં પ્રગતિ અને વિકાસને વેગ મળી રહ્યો છે. ગુજરાતમાં પણ વીજળી, રસ્તા, પાણી ઉપરાંત આરોગ્ય કાર્ડ જેવી અનેકવિધ યોજનાઓના માધ્યમથી વંચિતો અને ગરીબોના કલ્યાણ માટે આઝાદી પછી અભૂતપૂર્વ કામગીરી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થવા પામી છે. ત્યારે રાષ્ટ્ર અને સંસ્કૃતિની સુરક્ષા માટે રાષ્ટ્રીય પ્રવાહમાં જોડાઈને ભાજપના ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવા અનુરોધ કર્યો હતો.

તેમજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ટુકડે ટુકડેગેંગ અને ભારતને તોડવાવાળા ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. ત્યારે અનેક રાજ્યોમાં ચૂંટણી લડીને ડિપોઝિટ ગુમાવનારા લોકો પાણીના પરપોટા જેવા છે તેમ જણાવી ગઢડાના ઉમેદવાર શંભુપ્રસાદજી ટુંડીયા અને બોટાદના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીને વિજયી બનાવવા આહવાન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp