કોંગ્રેસે કહ્યું- ચૂંટણીલક્ષી બજેટ છે, બજેટમાં સુરત પર વધુ ફોકસ, બીજા શહેરો...

PC: twitter.com

વિધાનસભામાં ગૃહમાં ગુજરાતનું નાણાંકીય બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. આ બજેટને કોંગ્રેસે ચૂંટણી લક્ષી જાહેરાતોનું બજેટ ગણાવ્યુ છે અને કહ્યું કે આ માત્ર કાગળ પર જ રહી જાય છે. જુદા-જુદા ધારાસભ્યોએ તેમના પ્રત્યુતર બજેટને લઇને આપ્યા હતા. લલિત કગથરાએ કહ્યુ કે, આ ચૂંટણી લક્ષી બજેટ છે જ્યારે ઇમરાન ખેડાવાલાએ કહ્યુ કે, જે પ્રમાણે જે ગ્રાન્ટ અને રકમ મુકવામાં આવી છે તેમાં શહેરો માટે ગ્રાન્ટ નથી. સુરતને વધુ ફોકસ કરવામાં આવશે, બીજા શહેરોમાં ઓછો ન્યાય આપવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું- માઇનોરીટી માટે કોઈ સહાયતા નથી કરાઈ. આજનું બજેટ નિરાશાજનક છે. આ ઉપરાંત કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ કહ્યુ કે પાક વીમો કે માછીમારોને જ ખર્ચ થાય છે તે પ્રમાણે વળતર નથી મળતું. આ ઉપરાંત શિક્ષણમાં સંપૂર્ણ માફી આપવામાં આવે તે જરૂરી છે. ખેડૂતોને વિજળી આપવાની વાત ગયા વર્ષથી કરાઇ છે હજુ સુધી આપવામાં આવી નથી. નાના વેપારીઓને સબસિડી આપવામાં આવે તે જરૂરી હતું.

પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યુ કે, ફક્ત ચૂંટણી લક્ષી જાહેરાતોનું આ બજેટ છે. ગુજરાતમાં 50 ટકા તાલુકામાં જીઆઇડીસી નથી, આશા વર્કરો, મધ્યાયન ભોજનના કર્મચારીઓ વર્ષોથી લડે છે, તેમના માટે કોઇ યોજના નથી. 6 હજાર કરતા વધુ પ્રાથમિક શાળાઓ બંધ થઇ છે. આ બજેટમાંથી હાથ ઉંચા કરવાની વાત આ બજેટમાં છે. આમ બજેટનું મૂલ્યાંકન સૌ કોઇ અલગ અલગ રીતે આપી રહ્યા છે. ભાજપના ધારાસભ્યોએ પ્રજાલક્ષી બજેટ કહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp