26th January selfie contest

મેવાણીએ કહ્યું- બેરોજગાર યુવાનોના જીવતરમાં ઝેર રેડનારું બજેટ છે, મુસ્લિમો...

PC: khabarchhe.com

રાજ્ય સરકારના બજેટને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આકરા પ્રહારો સરકાર પર કર્યા હતા. બજેટમાં રોજગારીનો કોઈ ઉલ્લેખ નથી કરાયો સ્મોલ અને મીડીયમ ઇન્ડસ્ટ્રીને ઉભી કરવા માટેનો કોઈ ઉલ્લેખ નથી. આદિવાસી અને દલિત સમાજને લઈને પણ કોઈ ઉલ્લેખ નથી કરાયો. મુસ્લિમ સમાજ માટે કોઈ એક પાઈ નો ઉલ્લેખ પણ આ બજેટમાં ઉપયોગ થયો નથી કરાયો. આ પ્રકારે સરકાર પર બજેટ બાદ તેમને આ પ્રકારે પ્રહાર કર્યા હતા.

એક પછી એક એમ મોટાભાગના કોંગ્રેસના ધારાસભ્યોએ આ રીતે બજેટ ચૂંટણી લક્ષી છે તેવું કહ્યું હતું. આ પહેલા વીરજી ઠુમર, શૈલેષ પરમાર સહિતના તમામ ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, કહેવાતા અમૃત કાર્ડમાં બેરોજગાર યુવાનોના જીવતરમાં ઝેર રેડનારું બજેટ એટલા માટે છે કેમકે આ બજેટમાં એકમાત્ર સરકારી નોકરી આપવાની વાત નથી. ખાલી પડેલા સરકારી મહેકમોમાં એક પણ વાત કરવામાં નથી આવી. ગુજરાતની અંદર પેપર લીક થતા હોય અને ગુજરાતનો બેરોજગાર યુવાન રોજગારીની તકો માટે રાહ જોતો હતો.

ગુજરાતનું બજેટ એક પણ પ્રકારની રોજગારી ઊભી કરવાની કે નવી ભરતીઓને લઇ કોઈ ઉલ્લેખ નથી કરાતો. ગુજરાતમાં છેલ્લા 15થી 30 વર્ષમાં 35થી 40 ટકા નાની મોટી ઇન્ડસ્ટ્રી બંધ થઈ છે તેને પુનર્જીવિત કરવી તેને લઈને કોઈ બ્લુ પ્રિન્ટ કે પ્લાન કે જોવા નથી મળ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp