ગુજરાતમાં ભગવદ્ ગીતાને અભ્યાસક્રમમાં સામેલ કરતા સિસોદિયાએ કહ્યુ-કર્મ રાવણ જેવા..

PC: google.com

ગુજરાત સરકારે શ્રીમદ ભગવદ ગીતાને શૈક્ષણિક વર્ષ 2022-23થી આખા રાજ્યમાં ધોરણ-6 થી ધોરણ 12મા સુધી શાળાના પાઠ્યક્રમોમાં સામેલ કરવાને લઈને ગુરુવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી. ગુજરાત સરકારના આ પગલાં પર દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કટાક્ષ કરતા તેનું સ્વાગત કર્યું છે. તેમણે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા લખ્યું છે કે નિશ્ચિત રૂપે આ એક મહાન પગલું છે પરંતુ જે લોકો તેની જાહેરાત કરી રહ્યા છે તેમણે પહેલા ગીતાનું પાલન કરવું જોઈએ.

તેમના કર્મ રાવણ જેવા છે અને તેઓ ગીતા બાબતે વાત કરે છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગ માટે બજેટની ફાળવણી પર વિધાસભામાં એક ચર્ચા દરમિયાન ગુરુવારે આ પગલાંની જાહેરાત કરી હતી. ન્યૂઝ એજન્સીના રિપોર્ટ મુજબ જીતુ વાઘાણી એ કહ્યું હતું કે શ્રીમદ ભગવદ ગીતામાં ઉપસ્થિત નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતને શાળાના પાઠ્યક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કેન્દ્રની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ લેવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આધુનિક અને પ્રાચીન સંસ્કૃતિ, પરંપરાઓ અને જ્ઞાન પ્રણાલીને સામેલ કરવાની હિમાયત કરે છે જેથી વિદ્યાર્થી ભારતની સમૃદ્ધિ અને વિવિધ સંસ્કૃતિ પર ગર્વ અનુભવી શકે છે. ત્યારબાદ સંવાદદાતાઓ સાથે વાત કરતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે બધા ધર્મોના લોકોએ આ પ્રાચીન હિન્દુ ગ્રંથમાં રેખાંકિત કરવામાં આવેલા નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતોનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું કે ગ્રંથ પર આધારિત શાળાકીય પ્રાર્થના, શ્લોકનો પાઠ. ગદ્ય, નાટક, ક્વિઝ, પેઇન્ટિંગ જેવી ગતિવિધિઓનું પણ આયોજન કરશે.

રાજ્ય સરકારના શ્રીમદ ભગવદ ગીતાને શાળાના પાઠ્યપુસ્તકમાં સામેલ કરવાના નિર્ણયનું આમ આદમી પાર્ટી સાથે સાથે કોંગ્રેસે પણ સ્વાગત કર્યું છે. આ પગલાં પર પ્રતિક્રિયા આપતા ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમંગ રાવલે કહ્યું કે અમે શ્રીમદ ભગવદ ગીતાને પાઠ્યક્રમમાં સામેલ કરવાના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ પરંતુ ગુજરાત સરકારે પણ ગીતામાંથી શીખવાની જરૂરિયાત છે.

બીજી તરફ ગુજરાત બાદ હવે કર્ણાટક સરકાર પણ ગીતાને શાળાના પાઠ્યક્રમમાં સામેલ કરવાની તૈયારી કરી રહી છે. કર્ણાટકના શિક્ષણ મંત્રી બી.સી. નાગેશે શુક્રવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈના પરામર્શ બાદ નૈતિક વિજ્ઞાન વિષય હેઠળ શાળાના વિદ્યાર્થીઓને ગીતા ભણાવવામાં આવશે તેના પર જલદી જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp