ગુજરાતમાં 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના 11 કેસ નોંધાયા

PC: zululandobserver.co.za

રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કેસ અટકવાનું નામ જ નથી લેતા. દિન પ્રતિદિન સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે. સ્વાઈન ફ્લૂને રોકવા માટેના સરકારના તમામ પ્રયત્નો નિષ્ફળ નીવડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે છેલ્લાં 24 કલાકમાં સ્વાઈન ફ્લૂના 11 નવા કેસો નોંધાયા છે. સ્વાઈન ફ્લૂના સૌથી વધુ કેસ કચ્છમાં નોંધાયા છે. કચ્છમાં 24 કલાકમાં 3 કેસ, અમદાવાદ-ગાંધીનગર સહિત અન્ય જિલ્લાઓમાં એક-એક કેસ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી સ્વાઈન ફ્લૂના 1657 કેસ નોંધાયા છે જેમાંથી 184 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે અને અત્યાર સુધીમાં 51 જેટલા દર્દીઓના મોત થયા છે. જોકે, 24 કલાકમાં નોંધાયેલા કેસ અને સારવાર લઈ રહેલા દર્દીઓમાં કોઈ મોતની ઘટના બની નથી.

મહત્ત્વની વાત એ છે કે, સ્વાઈન ફ્લૂના કેસમાં 24 કલાક દરમિયાન ઘટાડો જોવા મળ્યો છે. અત્યાર સુધીમાં રોજના સરેરાશ 34થી 35 કેસ નોંધાતા હતા અને હવે આ કેસમાં ઘટાડો થઈને એવરેજ 11 કેસ થયા છે. નવરાત્રિ પછી ધીમે ધીમે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેને કારણે સ્વાઈન ફ્લૂના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સમાચાર આરોગ્ય ખાતા માટે પણ રાહતના ઘણી શકાય. પણ અગામી 4-5 દિવસોમાં સ્વાઈન ફ્લૂ ફરીથી ઉથલો મારી શકે છે, તેવી શક્યતાઓ આરોગ્ય નિષ્ણાંતો દ્વારા સેવાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp