ભાઈના મિત્રએ સગીરાને માતા બનાવી બાળકીને સ્વીકારવાનો ઇનકાર કર્યો

PC: cphpost.dk

સુરતમાં એક મિત્રએ જ મિત્રની સગીર વયની બહેન સાથે પ્રેમ-સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી હતી. જયારે સગીરાએ બાળકીને જન્મ આપ્યો ત્યારે પ્રેમીએ બાળકીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે સગીરાના પરિવારજનોએ ન્યાય માટે પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે.

એક રીપોર્ટ અનુસાર સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી પરીવાર સાથે રહેતી અને બ્યુટી પાર્લરમાં કામ કરતી 15 વર્ષની સગીરાને તેના ભાઈના મિત્ર પિંકલે પ્રેમજાળમાં ફસાવી હતી. પિંકલ CNG પંપમાં કામ કરતો હતો. તેને સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્ય હતા, જેના બે મહિના પછી સગીરા ગર્ભવતી બની હતી. આ બાબતે જયારે સગીરાને બીજા મહીને જાણ થતા તેને પિંકલને સમગ્ર વાતની જાણ કરી હતી. ત્યારે પિંકલે સગીરાના મોબાઈલ નંબરને બ્લેક લીસ્ટમાં નાંખી દીધો હતો અને તેની સાથે બધા સંબંધ તોડી નાંખ્યા હતા. ત્યારબાદ સગીરાએ પરિવારના સભ્યોના બીકના કારણે કોઈને આ વાત જણાવી ન હતી. બીજી તરફ સમય વીતતો ગયો. સગીરાનું પેટ પણ ન દેખાવાના કારણે પરિવારના સભ્યોને આ બાબતે જાણ થઈ ન હતી.

ત્યારે એક દિવસ સગીરાને અચાનક પેટના ભાગે દુખાવો થવાનાં કારણે તેન આઠ મહિનાને બાળકીને જન્મ આપ્યો હતો. લગ્ન પહેલા અને સગીરવયની ઉમરે બાળકીને જન્મ આપતા પરિવારજનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતુ. સગીરાએ પરિવારના સભ્યોએ સમગ્ર મામલે જાણ કરતા સગીરાનો ભાઈ પિંકલને હોસ્પિટલમાં લઇને ત્યાં આવ્યો હતો. ત્યારે પિંકલે બાળકીને સ્વીકાર કરવાની ઇનકાર કર્યો હતો અને પરિવારના સભ્યોને ચીમકી આપી હતી કે, તેઓ જો આ બાબતે જબરજસ્તી કરશે તો તે આત્મ હત્યા કરી લેશે. હાલ સમગ્ર મામેલ પરિવારજનોએ ન્યાય માટે રાંદેર પોલીસ સ્ટેશનના દરવાજા ખખડાવ્યા છે અને સમગ્ર મામેલ બાળકીનું DNA ટેસ્ટ કરાવીને પોલીસ પાસેથી ન્યાયની માંગણી કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp