100 કરોડનો બિઝનેસ છોડી આ છોકરો અમદાવાદમાં લેશે દિક્ષા

PC: youthensnews.com

મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એલ્યુમિનિયમનો બિઝનેસ કરતા પરિવારના 24 વર્ષીય CA મોક્ષેષ શાહ જૈન ભિક્ષુ બનશે. મૂળ ગુજરાતના રહેનારા મોક્ષેષ શાહ 20 એપ્રિલના રોજ અમદાવાદના અમિયાપુરમાં દિક્ષા લેશે. લગભગ 100 કરોડ રૂપિયાનો બિઝનેસ સંભાળી રહેલા મોક્ષેષનું માનવું છે કે, પૈસાથી બધુ નથી ખરીદી શકાતું અને મોક્ષ સૌથી વધુ જરૂરી છે. કહેવાય છે કે, રત્ન મુનિરાજ જિનપ્રેમવિજયજી મહારાજ અમદાવાદના નજીકના અમિયાપુર સ્થિત તપોવલ સંસ્કારપીઠમાં મોક્ષેષને દિક્ષા આપશે. તે પોતાના પરિવારનો પહેલો વ્યક્તિ હશે, જે દિક્ષા લેશે.

આ અંગે મોક્ષેષે કહ્યું હતું કે, જો ધનથી બધુ ખરીદી શકાત તો બધા ધનવાનો ખુશ હોત. કંઈક હાંસલ કરવા માટે આંતરિક ખુશી નથી મળતી, પરંતુ તેનાથી કંઈક છૂટા જાય છે. CA બન્યા બાદ મેં બે વર્ષ સુધી બિઝનેસ કર્યો, પરંતુ મેં જાણ્યું કે મારે મારી બેલેન્સ શીટમાં પુણ્યનું બેલેન્સ વધારવું પડશે, એટલે મેં દિક્ષા લઈને દૈન ભિક્ષુક બનવાનો નિર્ણય કર્યો. હું ગયા વર્ષે દિક્ષા લેવા માગતો હતો, પરંતુ મારી માતા જિગ્નાબેન અને પિતા સંદિપભાઈ આના માટે તૈયાર નહોતા. આ વર્ષે તેમણે મને દિક્ષા લેવા માટે મંજૂરી આપી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp