અમદાવાદમાં થેલેસીમિયાના દર્દીઓને બકરાનું લોહી ચડાવવામાં આવે છે, આ છે કારણ

PC: The Economic Times

અમદાવાદમાં થેલેસીમિયાના દર્દીઓને બકરાનું લોહી ચડાવવામાં આવે છે. જેના કારણે દર્દીઓના આયુષ્યમાં સરેસાર 10 વર્ષનો વધારો થાય છે. આ જાણીને તમને નવાઈ લાગતી હશે કે, કોઈ પણ મનુષ્યને પશુનું લોહી કેવી રીતે ચડાવી શકાય, પરંતુ આ વાત સાચી છે કે, થેલેસીમિયાના દર્દીઓને બકરાનું લોહી ચડાવી શકાય છે. આ એક આયુર્વેદિક પધ્ધતિના કારણે શક્ય બન્યું છે. આજથી પાંચ હજાર વર્ષ પહેલા થેલેસીમિયાના દર્દીઓને રક્તબસ્તી પધ્ધતિથીનો ઉપયોગ કરીને બકરાનું લોહી ચડાવવામાં આવતું હતુ. આજે પણ અમદાવાદમાં 219 દર્દીઓ આ પધ્ધતિથી સારવાર કરાવે છે.

મળતી માહિતી અનુસાર 2010માં અમદાવાદની અખંડાનંદ આયુર્વેદિક કોલેજના ડોક્ટર અતુલ ભાવસાર દ્વારા રક્તબસ્તી પધ્ધતિની શરૂઆત કરવામાં આવી હતી. આ પધ્ધતિથી દર્દીની સારવાર કરવા માટે ગવર્મેન્ટના કતલખાનામાંથી બકરાનું લોહી લાવવામાં આવે છે. ત્યારબાદ હોસ્પિટલમાં આ લોહીને ફ્રીજ કરવામાં આવે છે અને પછી લોહી દર્દીને ચડાવાય છે. બકરાની કતલ કરતા પહેંલા તેના લોહીનો નમુનો લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. આ ઉપરાંત દર્દીના રક્તકણોને ઝડપથી વધારવા માટે બકરાનાં હાડકામાંથી મેળવાયેલા બોનમેરોમાં આયુર્વેદિક દવા અને ગાયનું ઘી મિક્ષ કરીને દર્દીને આપવામાં આવે છે. આ પધ્ધતિની ડીમાન્ડ વધવાના કારણે સરકારે વડોદરા. ભાવનગર, જુનાગઢ અને અમદાવાદમાં રક્તબસ્તીના સેન્ટરો શરૂ કર્યા છે.

ઘણા દર્દીઓ વેબસાઈટ પરથી આ સારવારની જાણકારી મેળવીને સારવાર કરાવવા માટે ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં રક્તબસ્તી સેન્ટરો પર આવનારા દર્દીઓને વિનામુલ્યે રક્તબસ્તી આપવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp