5 લાખ લાંચ લેતા પકડાતા પતિની આત્મહત્યા, પત્નીએ એક કરોડ બચાવવા છત પરથી બેગ ફેંકી

PC: tv9hindi.com

CBIએ હાલમાં જ રાજકોટમાં DGFTના ડિરેક્ટર, જનરલ ફોરેન ટ્રેડના જોઇન્ટ ડિરેક્ટર જાવરીમલ અને ઘર પર છાપેમારી કરવા ગઈ તો CBI અધિકારીઓને ધક્કો આપીને ચોથા માળની બારીથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે CBIએ મેજીસ્ટ્રેટને જાણકારી આપી દીધી હતી. આ કેસમાં ઘર અને ઓફિસથી CBIએ છાપેમારી કરીને એક કરોડ રૂપિયા જપ્ત કર્યા છે. જોઇન્ટ ડિરેક્ટરની પત્ની ખૂબ ચાલાક નીકળી અને તેણે ચતુરાઇ દેખાડતા CBIની ટીમ જ્યારે ઘરે પહોંચી તો આ અધિકારીની પત્નીએ પોતાને એક રૂમમાં બંધ કરી દીધી અને પછી પૈસાઓની બેગ લઈને છત પર ચડી ગઈ.

પછી તેણે છત પરથી રોકડ ભરેલી એક બેગ પાર્કિંગમાં ફેકી જે તેના ભત્રીજાએ ઉપાડીને અને એક રોકડની બેગ પાડોશના ઘરમાં આપી દીધી. પૈસા છત પરથી ફેકવાનો CCTV વીડિયો સામે આવ્યો છે. CBIએ બંને બેગમાંથી લગભગ એક કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરીને તપાસ આગળ વધારી રહી છે. DGFTના સંયુક્ત ડિરેક્ટર જાવરીમલ બિશ્નોઇ બિકાનેરનો રહેવાસી હતો. એક્સપોર્ટર પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ લેવાના કેસમાં CBIએ તેની શુક્રવારે ધરપકડ કરી હતી. શનિવારે સવારે જ જાવરીમાલ બિશ્નોઈની ઓફિસ અને ઘરની તપાસ લેવામાં આવી રહી હતી. આ દરમિયાન જાવરીમલ બિશ્નોઈ CBIની ટીમ સાથે હતો.

ઓફિસની તપાસ દરમિયાન જાવરીમલ બિશ્નોઈ ચોથા માળ પર સ્થિત પોતાના ચેમ્બરની બારીમાંથી કૂદી ગયો હતો. ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા જોઇન્ટ ડિરેક્ટરને તાત્કાલિક રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધો હતો. ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ મુજબ, DGFTમાં સંયુક્ત ડિરેક્ટર રાજકોટને CBIએ લાંચના એક કેસમાં શુક્રવારે ધરપકડ કરી હતી. શનિવારે સવારે તે પોતાની ચેમ્બરની બારીમાંથી કૂદી ગયો હતો. ત્યારબાદ તેનું હૉસ્પિટલમાં મોત થઈ ગયું. આ કેસમાં અપ્રાકૃતિક મોતનો કેસ નોંધી લેવામાં આવ્યો છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે.

એક રિપોર્ટ્સ મુજબ, એક ફૂડ કેન એક્સપોર્ટરે CBIમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપ લગાવ્યો હતો કે જાવરીમલ બિશ્નોઈએ NOC આપવા માટે 9 લાખ રૂપિયાની લાંચ માગી હતી. ફરિયાદકર્તાએ પુરાવા તરીકે 6 જરૂરી ડોક્યૂમેન્ટ પણ જમા કરાવ્યા. તેમાં 50 લાખની બેંક ગેરંટી માટે NOC જાહેર કરવાની માગ કરવામાં આવી હતી. આરોપ લાગ્યા કે, બિશ્નોઈએ પહેલા હપ્તા માટે 5 લાખ રૂપિયા માગ્યા અને બાકી 4 લાખ રૂપિયા NOC લેતી વખત જમા કરાવવા કહ્યું હતું. આ મામલે એક્શન લેતા CBIએ જાળ બિછાવી અને બિશ્નોઈને 5 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ પકડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp