વાલીઓને ચેતવતો કિસ્સો: સુરતમાં મોબાઈલના કારણે 3 વર્ષની બાળકી કોમામાં જતી રહી

PC: news18.com

ઘરમાં નાના બાળકો હોય તો તેનો ધ્યાન ખૂબ જ સાવધાનીથી રાખવું જોઈએ કારણ કે, નાના બાળક પરથી ક્ષણવારમાં પણ જો નજર હટે તો મોટી દુર્ઘટના ઘટી શકે છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરત જ્યારે એક છોકરી મોબાઈલ તલ્લીન હતી, ત્યારે આ છોકરી રમતા-રમતા ત્રીજા માળ પરથી નીચે પટકાઇ હતી. આ ઘટનામાં છોકરીને ગંભીર ઈજા થઈ હોવાના કારણે સારવાર માટે 108ની મદદથી હૉસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, પરંતુ હૉસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડૉક્ટરે છોકરીને બચાવવાના પ્રયાસો કર્યા હતા. ડૉક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે છોકરી કોમામાં સરી પડી છે.

રિપોર્ટ્સ અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં સેવન હાઇટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે. આ બિલ્ડિંગમાં મૂળ ઓરિસ્સાના રહેવાસી વિનય તેના પરિવારની સાથે રહે છે. વિનયને સંતાનમાં ત્રણ વર્ષની છોકરી છે. વિનય અને તેની પત્નીએ છોકરીને રમવા માટે મોબાઇલ આપ્યો હતો અને છોકરી મોબાઇલમાં એટલી તલ્લીન થઈ હતી કે, તે રમતા રમતા ત્રીજા માળ પરથી નીચે પટકાઈ હતી.

આ ઘટનાની જાણ છોકરીના માતા-પિતાને અને સ્થાનિક લોકોને થતા તેમણે તાત્કાલિક 108ની મદદથી છોકરીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. છોકરી જ્યારે હૉસ્પિટલમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પહોંચી હતી. ત્યારે ડૉક્ટરની તપાસમાં સામે આવ્યું હતું કે, આ છોકરીના હૃદયના ધબકારા બંધ થઈ ગયા છે. ત્યારબાદ હૉસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે સૌપ્રથમ છોકરીને માઉથ ઓક્સિજન આપવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ બાળકના હૃદયના ધબકારા શરૂ થતા બાળકોને સ્મીમેર હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ડૉક્ટરોની મહેનતના કારણે છોકરીનો જીવ તો બચી ગયો હતો, પરંતુ છોકરીને ગંભીર ઇજા થઇ હોવાના કારણે તે કોમામાં સરી પડી હતી અને હાલ આ બાળકે જીવન-મરણ વચ્ચે સંઘર્ષ કરી રહી છે. કહી શકાય કે, છોકરીને મોબાઈલ આપવાનું તેના માતા-પિતાને ભારે પડ્યું કારણ કે, જો છોકરી મોબાઇલમાં આટલી તલ્લીન ન હોત તો કદાચ આ ઘટના ન બની હોત, પરંતુ આ ઘટના માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે. જે તેમના બાળકોને મોબાઈલ આપે છે કારણ કે, બાળકો મોબાઈલમાં એટલા તલ્લીન થઈ જાય છે કે, તેઓ શું કરી રહ્યા છે તેનો તેમને ખ્યાલ રહેતો નથી. પણ સુરતમાં આ પ્રકારની ઘટના અગાઉ પણ સામે આવી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp