વડોદરામાં માતાએ દીકરાને બાઇક લેવા પૈસા ન આપતા આત્મહત્યા કરી

PC: khabarchhe.com

આજે યુવાનો ક્યારેક એવું પગલું ભરી બેસે કે, રડવાનો વારો પરિવારજનોનો આવે છે. ખાસ તો એ માતા પિતાને આખી જિંદગી એ અફસોસ રહે છે કે, તેઓ સંતાનની માંગ પૂરી ન કરી શક્યા. જોકે, માતા-પિતાના ના પાડવા પાછળ પણ કોઈ કારણ હોય છે. જે યુવાનો સમજતા કે સ્વીકારતા નથી એટલે ખોટું પગલું ભરી બેસે છે. આવો જ એક કિસ્સો કલાનગરી વડોદરામાંથી સામે આવ્યો છે. જ્યાં કોયલી ગામમાં ખેતરમાં રહેતા એક યુવાને બાઈકની જીદમાં પોતાનું આયખું ટૂંકાવી દીધું હતું. બાઈક લેવા માટે માતાએ પૈસા ન આપતા તેમે ગળે ફાંસો ખાયને જીવ આપી દીધો હતો.

જ્યારે પોલીસને આ અંગે જાણ થઈ ત્યારે તેણે ઘટના સ્થળે જઈને કેસની કાયદાકીય કાર્યવાહી કરી હતી. વડોદરાથી નજીકમાં આવેલા કોયલી ગામે દિનેશભાઈ પટેલની લીંબુંની વાડીમાં દિનેશ નાયક (ઉ.વ.23)નામનો યુવાન કામ કરતો હતો. મજૂરી કામ કરીને પેટિયુ રડતા આ યુવાનના પરિવારમાં માતા-પિતા બંને હતા. યુવકે માતા પાસે બાઈક લેવા માટે પૈસાની માગ કરી હતી. પણ માતાએ આ પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દેતા યુવકને લાગી આવ્યું હતું.

તેથી દિનેશે ગત મોડીરાત્રે ગળેફાંસો ખાયને જીવાદોરી ટૂંકાવી દીધી હતી. જોકે, આ બનાવની જાણ થતા જ વડોદરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રવાના કર્યો હતો. વડદરાની સૈયાજી હોસ્પિટલમાં એમનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે પ્રાથમિક અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp