AAPથી કોંગ્રેસને નુકશાન થશે BJPને નહીં, AAP BJPને જીતાડવા માટે આવી છે: BJP MLA

PC: indiatimes.com

વડોદરા જીલ્લાના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું એક નિવેદન હાલમાં સામે આવ્યું છે જેમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા આમ આદમી પાર્ટી માટે કહેવામાં આવ્યું છે કે, આમ પાર્ટી ભાજપને જીતાડવા માટે જ ગુજરાતમાં આવી છે, કારણકે આમ પાર્ટીનું ગુજરાતમાં કોઈ લેવા દેવા છે નથી. અહીં આવીને એ પાર્ટી કહે છે કે અમે લાઇટ લાવીશું, આ લાવીશું તેમ કહી મધુ શ્રીવાસ્તવે આમ આદમી પાર્ટી પર આડકતરો પ્રહાર કર્યો હતો. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીથી ભાજપને કોઈ નુકશાન નથી કોંગ્રેસને જ નુકશાન છે.

આ સાથે જ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દાવો કરતા કહ્યું છે કે, તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડવાના છે અને ભાજપમાં કોઈ ક્રાઈટેરિયા એવું કઈં છે જ નથી. ત્યાર બાદ તેમણે કહ્યું કે અમારા પહેલાના અધ્યક્ષ અને અમિત શાહજી પણ ગુજરાતમાં આવીને કહી ગયા છે કે, જીતે તેવા ઉમેદવારને જ ટિકિટ આપવાની છે.

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વધુમાં કહ્યું કે આ બાબતે મને કોઈ કમિટમેન્ટ નથી આપવામાં આવ્યું પણ જ્યારે પહેલી વાર 90ના વર્ષમાં હું અપક્ષ તરીકે 27 હજાર મતથી જીત્યો હતો, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીએ મને બોલાવીને ટિકિટ આપી હતી. આથી 5 વખત ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપતા, 5 વખત હું ભાજપમાંથી જીત્યો એક વાર અપક્ષમાંથી જીત્યો. હું 6 વખત ચુંટણી જીત્યો છું અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ પક્ષ મને જ ટિકિટ આપશે અને હું 7મી વાર પણ આ ચુંટણી જીતીશ એમાં કોઈ શંકાને સ્થાન નથી.

ત્યારે હાલ તો, વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મીડિયા સમક્ષ વિધાનસભાની ચૂંટણી લડવાનો આત્મવિશ્વાસ પણ રજૂ કર્યો હતો અને તેઓ ભાજપમાંથી જ ચૂંટણી લડવાના છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે આવનારી વિધાન સભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા મધુ શ્રીવાસ્તવને ટિકિટ આપવામાં આવે કે કેમ?, તેમજ ટિકિટ મળ્યા બાદ તેઓ જીત હાંસલ કરે છે કે કેમ? તે તો આવનારો સમય જ બતાવશે. જો કે, હાલ તો ગાંધીનગર ખાતે યોજવામાં આવેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા મધુ શ્રીવાસ્તવ આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ ફરીથી તેમને જ ટિકિટ આપશે તેનું રટણ કરતાં જોવા મળ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ તેઓએ પોતાને જ ટિકિટ મળશે તેવા દાવાઓ અનેકવાર કર્યા છે. તદુપરાંત અનેકવાર તેમણે આપેલાં નિવેદનોને કારણે તેઓ વિવાદમાં પણ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp