અમદાવાદમાં કોરોના સંક્રમણના વધતા મામલા સરકાર માટે ચિંતાનું કારણ કેમ?

PC: indiatimes.com

દિલ્હી અને મુંબઈમાં કોરોના સંક્રમણના મામલા સૌથી વધારે જોવા મળી રહ્યા છે અને મોતની સંખ્યા પણ સૌથી વધારે છે. પણ અમદાવાદ આ બંને શહેરોની તુલનામાં ઓછી વસતી હોવા છતાં પણ કોરોના વાયરસથી સૌથી વધારે મૃત્યુદર ધરાવતું શહેર બન્યું છે. જો પ્રત્યેક 10 લાખ વસતીના હિસાબે કોરોના વાયરસના કારણે મરનારા લોકોની વાત કરીએ તો હવે આ મામલામાં અમદાવાદ દેશમાં ટોચ પર છે.

કોરોના વાયરસ સંક્રમણના સૌથી વધારે મામલા મુંબઈ અને દિલ્હી જેવા મહાનગરોમાં સામે આવી રહ્યા છે. આ બંને શહેરોમાં રોજ મોતોનો આંકડો પણ સતત વધી રહ્યો છે. પણ આ બંને શહેરોથી ઓછી વસતી ધરાવતા શહેર અમદાવાદના આંકડા કંઇક અલગ જ વાત કરી રહ્યા છે. પ્રતિ 10 લાખની વસતી પર અમદાવાદમાં કોરોના વાયરસથી મરનારાની સંખ્યા તુલનાત્મક રીતે વધારે છે.

50 લાખથી વધારે વસતી ધરાવતા 9 શહેરોની તુલનામાં અમદાવાદમાં રોજ 100 મામલા પર મૃત્યુદર પણ વધારે છે. અમદાવાદમાં દર 10 લાખ લોકોમાં કોરોનાથી 115 મોત થઈ છે, આ આંકડો મુંબઈના 80 મોતથી ખાસ્સો વધારે છે. માટે અમદાવાદ કોરોનાથી થનારી મોતમાં પહેલું સ્થાન રાખે છે.

જો દેશના મહાનગરોની વાત કરીએ તો બેંગલોરમાં કોરોનાથી થનારી મોતોનો આંકડો ઓછો છે અને આ શહેર ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. બેંગલોરમાં દર 10 લાખની વસતી પર મરનારાની સંખ્યા માત્ર એક છે. જે અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. કોઈ જગ્યાની મૃત્યુદર ઓછો થવાનો અર્થ એ છે કે ત્યાં ટેસ્ટિંગ મોટા પાયે થઈ રહ્યું છે અને કોરોનાના મામલા વધારે છે.

અમદાવાદનો કેસ ફેટિલિટી રેટ 6.9 છે, કારણ કે ત્યાં યોગ્ય રીતે કોરોના ટેસ્ટિંગ થઈ રહી નથી અને એ જ કારણ છે અમદાવાદ જેવા મોટા શહેરમાં લોકોના મોત વધુ થઈ રહ્યા છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે, કોરોના વાયરસથી સંક્રમિતોના મામલામાં 90 ટકા દર્દી સાજા થવાની આશા છે. પણ સાજા થનારા લોકોનો હિસ્સો સમયની સાથે વધી શકે છે. માટે કોરોના સામેની લડાઈમાં રિકવરી રેટને જોવું તેનાથી નિપટવાની એક ભ્રામક રીત હોઈ શકે છે. ભારતમાં કોરોના મામલાની સંખ્યા 2,26,770 થઈ ગઈ છે , તો આ વાયરસથી મરનારાઓની સંખ્યા પણ વધીને 6348 થઈ ગઈ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp