અમદાવાદમાં 1800 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ, સિંગાપોર,દુબઇ સુધી છેડા

PC: vtvgujarati.com

અમદાવાદ પોલીસે એક ઓફીસમાં ચાલી રહેલા ક્રિકેટ સટ્ટા પર દરોડા પાડીને કરોડો રૂપિયાનો સટ્ટો પકડી પાડવાની ઘટનાએ ખળભળાટ મચાવી નાંખ્યો છે. ગુજરામાં ક્રિક્રેટ સટ્ટામાં આ સૌથી મોટો દરોડો અમદાવાદની  PCBએ ઝડપી પાડ્યો છે. આ દરોડાની રકમ સાંભળીને તમારી આંખ પહોળી થઇ જશે. પોલીસે ક્રિક્રેટ પર રમાતા 1800 કરોડ રૂપિયાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સટોડીયાઓ પાસેથી 7 મોબાઇલ, 536 ચેકબુક, 3 લેપટોપ, 538 ડેબિટ કાર્ડ, 14 જેટલા પીઓએલ મશીનો, 193 સીમકાર્ડ સહિત 3,38 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને 1800 કરોડ રૂપિયાના સટ્ટાના વ્યવહાર મળ્યા છે. પોલીસે કહ્યું કે સટોડીયાઓના છેડા સિંગાપોર અને દુબઇ સુધી લંબાયેલા હતા.

31 માર્ચ 2023થી ઇન્ડિયન પ્રીમિયર (IPL) 2023ની શરૂઆત થવાની છે એ પહેલાં જ ગુજરાત પોલીસે 1800 કરોડ રૂપિયાનો ક્રિકેટ સટ્ટો પકડી પાડીને સટોડીયામાં સોપો પાડી દીધો છે. ક્રિક્રેટ પર સટ્ટો રમાઇ છે એ કોઇ નવી વાત નથી, પરંતુ આટલા મોટા પાસે સટ્ટો રમાતો હશે તેની કોઇએ કલ્પના ન કરી હોય. ગુજરાત પોલીસની PCBએ બાતમીના આધારે અમદાવાદના દુધેશ્વરમાં એક ખાનગી ઓફીસ પર દરોડો પાડ્યો ત્યારે આંકડાની રમત જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક ઓફીસમાં બેસીને 1800 કરોડ રૂપિયાનો સટ્ટો રમાતો હતો. પોલીસે 4ની ધરપકડ કરી છે અને 16 આરોપીઓ ફરાર છે.

પોલીસે જે જિતેન્દ્ર હીરાગર, નીરવ પટેલસ અંકિત ગેહલોત અને સતીષ પરિહારની ધરપકડ કરી છે. આ 4માંથી 3 આરોપીઓ મુળ રાજસ્થાનના છે. જે 16 આરોપીઓ ફરાર છે તેમાંના કેટલાંક સિંગાપોર, દુબઇ અને અન્ય રાજ્યોના છે. અમદાવાદના માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસે કહ્યું હતું કે, ક્રિક્રેટના સટ્ટામાં તમામ રૂપિયાનો વ્યવહાર સિંગાપોર અને દુબઇમાં હવાલા મારફતે કરવામાં આવતો.

અમદાવાદ PCBના પોલીસ ઇન્સ્પેકટર તરલ ભટ્ટે મીડિયાની વાતચીતમાં કહ્યું હતું કે, ઇન્ટરનેશનલ ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેકશન થઇ રહ્યા હોવાની અમને માહિતી મળી હતી. આ સટોડીયાઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે કોઇ ખાનગી વ્યકિતના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવતા હતા અને એ રકમ પછી સટ્ટો રમાડનાર લોકો સુધી પહોંચતા હતા. આવું 1800 કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેકશન દરોડા દરમિયાન મળી આવ્યું છે.ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી મોટી રકમનો સટ્ટો ઝડપાયો છે. માત્ર એક લિંકથી પોલીસને મોટી સફળતા મળી છે.

ગુજરાતના સુરતમાંથી પણ આ મહિનામાં કિક્રેટ પર રમાતો સટ્ટો વરાછામાંથી ઝડપાયો હતો અને પોલીસે 11 બુકીઓની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp