અમરેલીના DSP જગદીશ પટેલની થઈ શકે છે ગમે ત્યારે ધરપકડ, જાણો કેમ?

PC: foundationsa.com

બીટકોઈન કેસના સૂત્રધાર અમરેલીના DSP જગદીશ પટેલ આખી ઘટનાનો ટોપલો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલ અને તેમના સ્ટાફ ઉપર ઢોળી દીધો છે. પરંતુ આ હવે CID ક્રાઇમ બ્રાન્ચને જગદીશ પટેલની ધરપકડ થાય એટલા પુરાવા મળી ગયા છે જ્યારે જગદીશ પટેલ પોતાની ધરપકડ ટાળવા માટે પોતાની તમામ રાજકીય વગનો ઉપયોગ કરી રહ્યા છે.

બીટકોઈન કેસમાં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સામે ખોટી અરજી ઊભી કરી, ગાંધીનગરથી અપહરણ કરી ફાર્મ હાઉસમાં લઈ જઈ, બીટકોઈન પડાવી કરોડોનો તોડ કરવાની યોજના ખુદ જગદીશ પટેલે જ બનાવી હોવાના પુરાવા CID ક્રાઇમને મળ્યા છે. આ કાવતરું સુરતના વકીલ કેતન પટેલ સાથે મળી ઘડવામાં આવ્યું હતું.

વકીલ કેતન પટેલ અને DSP જગદીશ પટેલ સતત સંપર્કમાં હતા. કેતન પટેલ જે ફોન દ્વારા જગદીશ પટેલના સંપર્કમાં હતો તે ફોન કેતને પટેલના કહેવાથી નાશ કરી નાખ્યો હતો જ્યારે CIDએ આ ફોનની માગણી કરી ત્યારે તેણે ફોન તોડી નાખ્યો હોવાનું કહેતા CIDએ પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જગદીશ પટેલની ધરપકડ થઈ શકે તેની તૈયારી થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp