કલા નગરી વડોદરામાં કલાકારો જ ન્યાય માટે વલખા મારી રહ્યા છે

PC: timesofindia.com

ગુજરાતના વડોદરા શહેરની ઓળખ એક કલા નગરી તરીકેની છે અને કલાના દરેક ક્ષેત્રે વડોદરાના મોટાભાગના કલાકારોએ પોતાની કલા થકી નામના મેળવી છે. વર્ષ 1994માં વડોદરામાં સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી બનાવવામાં આવી હતી, પરંતુ 2017માં સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરી તોડી પાડવામાં આવી અને તેની જગ્યાએ કંટ્રોલિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું હતુ. વડોદરા મહાનગરપાલિકાની આ હરકતના કારણે વડોદરાના કલાકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો.

કલાકારોએ આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, વડોદરા નગરીને કલા નગરી કહેવામાં આવે છે, ત્યારે અમને આ જ જગ્યા પર એક નવી આર્ટ ગેલેરી આપવી જોઈએ. અગાઉ સ્વામી વિવેકાનંદ આર્ટ ગેલેરીનું ઉદ્ધઘાટન મેયર એન. વી. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ અને તે આર્ટ ગેલેરીમાં બેસીને કલાકારો ઘણું બધું કામ કરતા હતા, ત્યારે 2017માં મહાનગરપાલિકા દ્વારા આર્ટ ગેલેરીને તોડી પાડવામાં આવી હતી અને કંટ્રોલિંગ સેન્ટર બનાવી દેવાયું. જેને લઇને અમારી માગ છે કે, આ જ જગ્યા પર આર્ટ ગેલેરી બનાવવામાં આવે. જો 10થી 15 દિવસમાં અમને ન્યાય નહીં મળે તો અમે જાહેરમાં સ્ટેજ બનાવીને કલાનું પ્રદર્શન કરીશું. અમે આ જગ્યા પર આર્ટ ગેલેરી બનાવવાની રજૂઆત PMO, CM, કલેકટર, મહાનગરપાલિકાના કમિશનર અને ધારાસભ્યોને કરી છે. છતાં અમેં ન્યાય માટે ત્રણ વર્ષથી વલખા મારી રહ્યા છીએ.

આ વિવાદના કારણે મેયરે જણાવ્યું હતું કે, વડોદરા શહેર એક એવું શહેર છે કે, જેની આગળ કલા નગરી, સંસ્કારી નગરી જેવા ઉપનામો લાગે છે. કલાકારોની ઓળખાણ બનાવી રાખવા માટે આ વર્ષના નવા બજેટમાં વડોદરામાં એક નવી આર્ટ ગેલેરી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે અને અમે ચોક્કસ એ કામ કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp