કોરોનાના કેસ વધતા સુરત સિવિલ હોસ્પિટલે સરકાર પાસે 3500 કર્મચારીઓની માગ કરી

PC: googleusercontent.com

સુરતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતની સિવલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા લોકોમાંથી છેલ્લા 15 દિવસના સમયમાં 78 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ 78 કેસમાં 8 મેડીકલ ઓફિસર, 28 રેસીડેન્સ ડૉક્ટર, 19 નર્સિંગ સ્ટાફ, 2 ઇન્ટર્ન ડૉક્ટર, 8 ફેકલ્ટી ડૉક્ટર, 3 લેબ ટેકનીશીયન, 5 વિદ્યાર્થી, 3 UGના વિદ્યાર્થી કોરોના સંક્રમિત થતા તમામને હોમ ક્વોરેન્ટાઈન કરીને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર વચ્ચે આ આંકડાઓ ભવિષ્યમાં વધી શકે છે. તેથી સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા રાજ્ય સરકારની પાસેથી 3500 જેટલા કર્મચારીઓની માગણી કરવામાં આવી છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા લોકોમાં વધતા જતા કોરોનાના કેસને લઇને હવે મેન પાવરની ઘટની પણ બૂમ ઉઠી રહી છે. ગત દિવસોમાં સિવિલ હોસ્પિટલમાં તમામ કર્મચારીઓ હાજર હતા. પણ કોરોનાના કેસ ઘટતા કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા છે. એટલે હવે ફરીથી સિવિલના તંત્રને કર્મચારીઓ અને મેન પાવર માટે સરકારની સામે હાથ ફેલાવવાનો વારો આવ્યો હોય તેવું કહી શકાય.

મહત્ત્વની વાત છે કે, સુરતની સિવિલ હોસ્પિટલમાં ત્રણ અલગ-અલગ બિલ્ડીંગમાં કોરોનાના દર્દીઓને રાખવામાં આવ્યા છે. આ ત્રણેય બિલ્ડીંગમાં 1800 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. પણ હવે સ્ટાફના લોકો પણ કોરોના સંક્રમિત થઇ રહ્યા હોવાના કારણે સિવિલ તંત્ર દ્વારા વધારાનો 3500 કર્મચારીઓના સ્ટાફના માગણી સરકાર સામે કરવામાં આવી છે. કારણ કે ભવિષ્યમાં કોરોનાના કેસ વધે તો દર્દીઓની સારવાર માટે મેન પાવરની અછતના કારણે દોડાદોડી ન થાય અને લોકોને સરળતાથી સારવાર મળી રહે. કર્મચારીઓની માગણી કરવામાં આવી છે તેમાં ડૉક્ટર, નર્સિંગ સ્ટાફ અને અન્ય કર્મચારીઓનો સમાવેશ થાય છે.  

સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડૉક્ટર ગણેશ ગોવેકર દ્વારા કહેવામાં આવ્યું છે કે, જે પ્રકારે કોરોનાના કેસ વધવા લાગ્યા છે તેમાં અમારો ઘણો સ્ટાફ કોરોના સંક્રમિત થઇ ચૂક્યો છે. એટલા માટે સ્ટાફની માગણી કરવામાં આવી છે. આ સ્ટાફમાં 450 ડૉક્ટર, 800 નર્સિંગ સ્ટાફ અને 2250 અન્ય સ્ટાફનો સમાવેશ થાય છે.

તો બીજી તરફ સુરત મહાનગરપાલિકામાં ફરજ બજાવી રહેલા 127 જેટલા કર્મચારીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે. છેલ્લા 7 દિવસમાં આ આ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. સુરતના ઉધના ઝોનમાં 27 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે. આ ઉપરાંત સુરતની સ્મીમેર હોસ્પિટલના તબિબ સહિત 40 લોકો કોરોના સક્રમિત થયા છે. આ ઉપરાંત ઉધના ઝોનમાં ફરજ બજાવતા બે નાયબ આરોગ્ય અધિકારી, 7 મેડીકલ ઓફિસર અને 17 પેરામેડીકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે. સુરત શહેરના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ પણ કોરોના સંક્રમિત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp